Gujarat Congress two weeks Covida legal assistance to the deceased's family journey Submission Form 22 thousand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત સરકારે કોવિડમાં 10 હજાર મોત બતાવ્યા પણ, કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રામાં બે અઠવાડિયામાં 22 હજાર ફોર્મ ભર્યા

ગુજરાત સરકારે કોવિડમાં 10 હજાર મોત બતાવ્યા પણ, કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રામાં બે અઠવાડિયામાં 22 હજાર ફોર્મ ભર્યા

 | 7:40 am IST
  • Share

ગુજરાત સરકારે કોરોનામાં ૧૦,૦૮૧ લોકોનાં મોત થયાનું જાહેર કર્યું છે. જોકે કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રામાં જ બે અઠવાડિયાના સમયગાળામાં ૨૨ હજાર કરતાં વધુ પરિવારો કે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમની મુલાકાત લઈને મૃતકના પરિવાજનોને આર્થિક સહાય મળે તે માટે ફોર્મ ભરાવ્યા છે.

તેમ ગુજરાત કોંગ્રેસે સોમવારે સવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, નિષ્ફળતાઓનો સ્વીકાર એટલે વિજયભાઈનું રાજીનામું, નેતા નહિ નિયત બદલો, ચહેરો નહિ ચરિત્ર બદલો, ચહેરો બદલવાથી પાપ ધોવાઈ નહિ જાય, તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા નાગરિકોએ મહામારીના સમયમાં મોત થયા છે.

ભાજપ મુખ્યમંત્રી બદલે છે, પરંતુ આગામી સમયમાં ગુજરાતની જનતા સરકાર બદલશે. ભાજપની કાર્યસંસ્કૃતિ અને કાર્યશૈલીએ ચારે બાજુ તબાહી મચાવી છે, ભાજપના અન્યાય, અનીતિ અને અધર્મના કુશાસનથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લા અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પુરની સ્થિતિ છતાં ગુજરાતની ભાજપ સરકાર નવા મુખ્યમંત્રીની શપથવિધિમાં મસ્ત છે, અતિ ભારે વરસાદની આગાહી છતાં રાજ્ય સરકાર રાહત અને બચાવના આગોતરા આયોજનની જગ્યાએ મુખ્યમંત્રી બદલવામાં વ્યસ્ત રહી છે.

ગુજરાતની ભાજપ સરકાર જનતા પ્રત્યેની ફરજો ભૂલી છે, જેના કારણે આજે અનેક જીવન સામે જોખમ સર્જાયું છે. સરકાર અને તંત્રને વિનંતી છે કે, તાયફાઓ છોડીને પુરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન