Gujarat Corona: 3 New Positive Cases of Local Transmission in Surat
  • Home
  • Corona live
  • કોરોનાનો કહેરઃ સુરતમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરને પણ લાગ્યો ચેપ

કોરોનાનો કહેરઃ સુરતમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરને પણ લાગ્યો ચેપ

 | 6:02 pm IST

સુરતમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવનાં 3 કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે. તો સુરતના રાંદેર વિસ્તારમાં 52 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમ સુરતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 22 થયો છે. તો મોતનો કુલ આંકડો 3 થયો છે. આજે નોંધાયેલ તમામ ત્રણ કેસ લોકલ ટ્રાન્સમિશનનાં હોવાને કારણે ચિંતામાં વધારો થયો છે.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 67 વર્ષીય ઝુબૈદા અબ્દુલ સત્તાર પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સ્થાનિક સ્તરે તેઓને ચેપ લાગ્યો છે. તો રામપુરામાં રહેતાં 40 વર્ષના સાજીદ અબ્દુલ રહેમાન અંસારી કે જે લોખાટ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેઓને પણ પોઝિટિવ કોરોના જોવા મળ્યો છે. તેમની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો અડાજણ પાટીયા ખાતે રહેતી 42 વર્ષની ઝીન્નત કુરેશીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તે અબ્દુલ વહાબ નામના પોઝિટિવ પેશન્ટના સંપર્કમાં આવી હતી.

આમ સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 22 અને મોતનો આંકડો 3 થયો છે. તો બીજી બાજુ સિવિલના આઈસોલેશન વોર્ડમાં એક શંકાસ્પદ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. તેમનાં રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે. તો રાંદેર વિસ્તારમાં ફરજિયાત 14 તારીખ સુધી માસ ક્વોરન્ટાઈન જાહેર કરાયો છે. જો આમ જ કેસ વધશે તો આવનાર દિવસોમાં સુરત માટે કપરા દિવસો આવી શકે છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતના કામરેજના યુવક સહિત 11 લોકો અમેરિકામાં ફસાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન