Gujarat Corona: 361 Positive Cases and 27 Deaths in Last 24 hrs
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 361 કેસ-કુલ મોત 26, એક જ દિવસમાં 503 દર્દી સાજા થયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 361 કેસ-કુલ મોત 26, એક જ દિવસમાં 503 દર્દી સાજા થયા

 | 8:27 pm IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 361 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27 લોકોનાં મોત થયા છે. અને આજે એક જ દિવસમાં 503 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 14829 થઈ છે. અને કુલ મોતોની સંખ્યા 915 થઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 7139 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

આજ રોજ રાજ્યમાં અમદાવાદમાં 251, સુરત ૩૬, વડોદરા-31, સાબરકાંઠા-8, ગાંધીનગર – 7, જામનગર – 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડ ખાતે ૩-૩ કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારી ખાતે 2-2 કેસ, તથા રાજકોટ, નવા નોંધાયેલ કેસોની વિગત જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 361 નવા કેસ નોંધાયેલ છે.

રાજ્યમાં અમદાવાદ – 23, ખેડા, પંચમહાલ, પાટણ અને સુરત ખાતે 1-1 મરણ આજ રોજ કોવિદ-19નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ 915 મરણ થયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન