Gujarat Corona: 405 Positive Cases and 30 Deaths in Last 24 Hrs
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! છેલ્લા 24 કલાકમાં 405 કેસ-30નાં મોત, અ’વાદની ચિંતાજનક સ્થિતિ

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! છેલ્લા 24 કલાકમાં 405 કેસ-30નાં મોત, અ’વાદની ચિંતાજનક સ્થિતિ

 | 7:48 pm IST

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 405 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોનાં મોત નિપજ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 224 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ 14468 થયા છે. અને કોરોનાને કારણે કુલ 888 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો અત્યાર સુધી કુલ 6636 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક આજે વધારે જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં 405 કેસોમાંથી અમદાવાદમાં જ 310 કેસો નોંધાયા હતા. આમ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે એ સૌથી મોટો સવાલ છે. જ્યારે સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ-નર્મદામાં 3-3, ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગરમાં 2-2, રાજકોટ-મગેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર-અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા હતા.


આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 14468 થયો છે. જેમાંથી 109 દર્દીઓ વેન્ટિલેટર છે. જે પણ એક ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં ગંભીર દર્દીઓની હાલતમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યારે કુલ દર્દીઓમાંથી 6835 દર્દીઓની હાલત સ્થિર છે. અને કુલ 6636 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અને મોતનો કુલ આંક 888 થયો છે. છેલ્લા 24 કલાકમાં 30 મોત થયા હતા. જેમાંથી અમદાવાદમાં જ 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે ગાંધીનગરમાં 3, આણંદ-સુરતમાં 1-1 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

જો કે અમદાવાદમાં હવે ડિસ્ચાર્જના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 136 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે સુરતમાં 34, વડોદરામાં 13, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 7, ખેડા-પાટણમાં 5-5, જૂનાગઢ-પંચમહાલમાં 4-4, આણંદમાં 2, ગીર સોમનાથ-મહેસાણામાં 1-1 અને વલસાડમાં 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન