Gujarat Corona: 412 Positive Cases and 27 Deaths in Last 24 hrs
  • Home
  • Ahmedabad
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અધધધ… 412 પોઝિટિવ કેસ-27નાં મોત, 621 દર્દીઓ ડિસ્ચાર્જ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અધધધ… 412 પોઝિટિવ કેસ-27નાં મોત, 621 દર્દીઓ ડિસ્ચાર્જ

 | 7:44 pm IST

ગુજરાતમાં ફરી એકવાર કોરોના પોઝિટિવનો આંક 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં 412 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ પોઝિટિવ આંક 16356 થયો છે. જ્યારે રાજ્યમાં મોતનો કુલ આંક 1007 થયો છે. અને રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 9230 થયો છે. 

આજે રાજ્યમાં 412 કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં 284, સુરત 55, વડોદરા 28, ગાંધીનગર 12, અરવલ્લી 6, બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠા 3-3, આણંદ-પાટણ-જામનગર-છોટા ઉદેપુરમાં 1-1, ભાવનગર-મહીસાગર-કચ્છ-પોરબંદર-અમરેલીમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 16356 થયો છે. રાજ્યમાં કોરોનાનાં 6119 હાલ એક્ટિવ કેસો છે. જેમાંથી 62 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. તો 6057 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કુલ મોતનો આંક 1007 થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 27 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદમાં 24 અને ગાંધીનગર-બનાસકાંઠા અને મહેસાણામાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે.  

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોનાનો ક્યોર રેટ એટલે કે રિકવરી રેટ 56.43 ટકા થયો છે. 16 મેના રોજ રાજ્યનો ક્યોર રેટવરી રેટ 39.20 ટકા હતો. જે આજે વધીને 56.43 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 518, સુરત 30, વડોદરા 29, સાબરકાંઠા 10, આણંદ 4, બનાસકાંઠા 4, સુરેન્દ્રનગર 4, જૂનાગઢ-મહેસાણા 3-3, અરવલ્લી 2, ભાવનગર 3, ગાંધીનગર 2, જામનગર 2, છોટા ઉદેપુર-જૂનાગઢ-ખેડા-મોરબી-પાટણ-રાજકોટ-વલસાડમાં એક-એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન