Gujarat Corona: 517 New Positive Cases, 33 Deaths and 390 Recovered
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં કોરોનાનો આંક 23 હજારને પાર, ફરી એકવાર કોરોનાનાં અધધધ 517 કેસ

રાજ્યમાં કોરોનાનો આંક 23 હજારને પાર, ફરી એકવાર કોરોનાનાં અધધધ 517 કેસ

 | 7:52 pm IST

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 517 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 33 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 390 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 23079 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1449 અને ડિસ્ચાર્જ થયેલ દર્દીઓનો કુલ આંક 15891 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 344, સુરતમાં 59, વડોદરામાં 40, ગાંધીનગર 9, ભાવનગર 7, મહેસાણા 6, અરવલ્લી-પંચમહાલ-નર્મદા 5-5, કચ્છ-ભરૂચ 4-4, રાજકોટ-પાટણ-જામનગર-અમરેલી 3-3, બનાસકાંઠા-ખેડા 2-2, મહીસાગર-આણંદ-બોટાદ-ગીર સોમનાથ-સુરેન્દ્રનગર-છોટા ઉદેપુર-જૂનાગઢમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 6 કેસ નોંધાયા હતા. 

હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોનો આંક 5739 છે. જેમાંથી 61 દર્દીઓની હાલત ગંભીર છે. અને 5678 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 26 લોકોનાં, સુરતમાં 3, અમરેલીમાં 2 અને ભાવનગર-પાટણમાં 1-1 દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન