Gujarat Corona: 549 New Positive Cases, 26 Deaths and 604 Recovered
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં કોરોનાનો આંક 28 હજાર-મોત 1700ને પાર, 20 હજારથી વધુ દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાનો આંક 28 હજાર-મોત 1700ને પાર, 20 હજારથી વધુ દર્દી સાજા થયા

 | 7:47 pm IST
  • Share

ગુજરાત સરકાર કોરોના કાબૂમાં હોવાની વાત કરી રહી છે. પણ રાજ્યમાં દરરોજ કોરોનાના 500થી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં વધુ 549 કેસો નોંધાયા હતા. જ્યારે 26 લોકોનાં મોત અને 604 દર્દીઓ સાજા પણ થયા હતા. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, અમદાવાદમાં કેસોની સંખ્યા હવે ઘટતી જાય છે, જ્યારે સુરતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 28429 પર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 1711 તેમજ ડિસ્ચાર્જનો કુલ આંક 20521 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાનાં કેસો અમદાવાદને બદલે સુરતમાં વધી રહ્યા છે. જેને કારણે સુરતીવાસીઓની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોપોરેશન ૨૩૦, સુરત કોપોરેશન ૧૫૨, વડોદરા કોપોરેશન ૩૮, સુરત ૨૩, જામનગર કોપોરશન ૧૧, ભરૂચ ૧૧, ગાંધીનગર ૮, નર્મદા ૬, અમદાવાદ ૫, મહેસાણા ૫, ભાવનગર ૫, વડોદરા ૪, મહીસાગર ૪, પંચમહાલ ૪, કચ્છ ૪, વલસાડ ૪, નવસારી ૪, ભાવનગર કોપોરેશન ૩, ગીર-સોમનાથ ૩, સુરેન્દ્નનગર ૩, ગાંધીનગર કોપોરેશન ૨, સાબરકાંઠા ૨, આણંદ ૨, પાટણ ૨, બોટાદ ૨, છોટા ઉદેપુર ૨, રાજકોટ કોપોરેશન ૧, રાજકોટ ૧, અરવલ્લી ૧, ખેડા ૧, જામનગર ૧, દાહોદ ૧, અમરેલી ૧, અન્ય રાજ્ય ૩ કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક ૬૧૯૭ છે. જેમાંથી ૬૨ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૬૧૩૫ દર્દીઓની હાલત સ્થિર છે. આજના દિવસમાં મોતની વિગત પર નજર કરીએ તો, અમદાવાદ કોપોરેશન ૧૩, સુરત કોપોરેશન ૫, ગાંધીનગર કોપોરેશન ૧, અમદાવાદ ૨, સુરત ૧, ગાંધીનગર ૧, દેવભૂમિ દ્વારકા ૧, અમરેલી ૧, પાટણ ૧ મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન