Gujarat Corona: 85 Years old Woman Lost Her Life in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • કોરોનાનો કહેરઃ અમદાવાદમાં કોરોનાથી 85 વર્ષીય વૃદ્ધાનું મોત, ગુજરાતમાં કુલ 2ને ભરખી ગયો

કોરોનાનો કહેરઃ અમદાવાદમાં કોરોનાથી 85 વર્ષીય વૃદ્ધાનું મોત, ગુજરાતમાં કુલ 2ને ભરખી ગયો

 | 10:14 pm IST

ગુજરાતમાં કોરોનાને કારણે બીજા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ગુણવંત રાઠોડે કોરોનાને કારણે મોત થયું હોવાની પુષ્ટિ કરી છે. 85 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. આમ ગુજરાતમાં એક સુરતમાં વૃદ્ધનું મોત અને તે બાદ અમદાવાદમાં બીજું વૃદ્ધાનું મોત થયું છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં કુલ 14 કેસ નોંધાયા છે. જેમાંથી આજે 85 વર્ષીય એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે. વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સતત તેઓની આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. પણ આજે વૃદ્ધાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. મૃત મહિલા અન્ય બીમારીઓથી પણ પીડિત હતી. મૃતક અમદાવાદની જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી અમદાવાદ આવી હતી. 

ગુજરાતમાં કોરોનાને કારણે પહેલું મોત સુરતમાં થયું હતું. સુરતના 67 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ હોવાનું સામે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પણ તેઓની સ્થિતિ ગંભીર હતી. અને  અંતે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષીય વૃદ્ધ અસ્થમાની બીમારીથી પણ પીડાતા હતા. આ વૃદ્ધ અઠવાલાઈન્સ વિસ્તારના હતા. અને તેઓ હીરાના વેપારી હતી.  કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી. 

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં કોરોનાના વધુ 6 શંકાસ્પદ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન