Gujarat Corona: 87 Positive Cases Reported in 11 Districts
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ન અટકતો કોરોના, 11 જિલ્લા ચપેટમાં, પોઝિટિવ કેસની સંખ્યા 87

ગુજરાતમાં ન અટકતો કોરોના, 11 જિલ્લા ચપેટમાં, પોઝિટિવ કેસની સંખ્યા 87

 | 8:23 pm IST

ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 8 કેસ, પોરબંદરમાં 2 કેસ, સુરતમાં બે કેસ અને પંચમહાલમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા કુલ 87 થઈ ગઈ છે. તો અમદાવાદમાં કોરોના પોઝિટિવ એક વ્યક્તિ સ્વસ્થ થઈને ઘરે પરત પહોંચી છે.

ગુજરાતમાં કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે સવારે અમદાવાદમાં જ કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા હતા. જે બાદ સાંજે પોરબંદરમાં બે, ગોધરામાં એક અને સુરતમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાનાં 13 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે બીજી બાજુ આજે અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહેલી એક વ્યક્તિ રિકવર થઈ હતી. અને તેને રજા આપવામાં આવી હતી.

આમ ગુજરાતમાં કોરોનાને કારણે 6 લોકોનાં મોત નિપજ્યા છે. તો સાથે જ 6 લોકો સ્વસ્થ પણ થયા છે. તો બીજી બાજુ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પણ પ્રેસને સંબોધતા કહ્યું કે, દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ થશે. સાથે જ ફેક્ટરી માલિકોને શ્રમિકોને પગાર ચૂકવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. ઘર કામ કરવા આવતાં લોકોને પણ માર્ચ મહિનાનો પગાર ચૂકવી દેવા માટે જણાવવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદના ગોમતીપુરમાં પોલીસકર્મી ઉપર પથ્થરમારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન