Gujarat Corona: Action Taken Against Admin and Members for Corona Jokes, Know The Truth
  • Home
  • Ahmedabad
  • વોટ્સએપ ગ્રૃપ 2 દિવસ માટે બંધ કરો, કોરોના પર જોક્સ શેર કરતાં પોલીસ કરશે કાર્યવાહી? જાણો શું છે સચ્ચાઈ

વોટ્સએપ ગ્રૃપ 2 દિવસ માટે બંધ કરો, કોરોના પર જોક્સ શેર કરતાં પોલીસ કરશે કાર્યવાહી? જાણો શું છે સચ્ચાઈ

 | 11:10 pm IST

કોરોનાની મહામારીના આ સમયમાં વોટ્સએપ પર અનેક પ્રકારના મેસેજ ફરતાં થાય છે. અને તેમાં મોટાભાગના મેસેજ અફવાથી વધારે કાંઈ હોતા નથી. તેવામાં હાલમાં વોટ્સએપ પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. દરેક ગ્રૃપમાં આ મેસેજ તમે વાંચ્યો જ હશે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રૃપ બે દિવસ માટે બંધ કરી દો, કોરોના પર જોક્સ કરવાથી પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે. તો જાણો શું છે વાઈરલ મેસેજ પાછળની સચ્ચાઈ…

હાલ વોટ્સએપ પર વાઈરલ થયેલાં મેસેજની વાત કરીએ તો મેસેજમાં લખાયું છે કે, ગ્રૃપ એડમિનને 2 દિવસ માટે જૂથ બંધ રાખવા વિનંતી છે, કારણ કે જો કોઈ પણ ભૂલથી કોરોના ઉપર જોક કરે તો પણ, કલમ, 68, ૧ 140૦ અને ૧88 મુજબ પોલીસ એડમિન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી કરી શકે છે. દરેક વ્યક્તિ મુશ્કેલીમાં હોઈ શકે છે. તેથી હું જરૂરી પગલાં લેવા જૂથ એડમિનનું ધ્યાન દોરું છું. પ્રિય બધા, બધા માટે આદેશ:આજે રાતે 12 (મધ્યરાત્રિ) પછી દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ અપડેટ મુજબ, સરકાર વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોના વાયરસ સંબંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવા અથવા આગળ વહેંચવાની મંજૂરી નથી અને તે શિક્ષાપાત્ર ગુનો છે.ગ્રુપ સંચાલકોને ઉપરોક્ત અપડેટ પોસ્ટ કરવા અને જૂથોને જાણ કરવા વિનંતી છે. કૃપા કરીને આને કડક રીતે વળગી રહો.

સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા વોટ્સએપ પર વાઈરલ થયેલ આ મેસેજને ખોટો ગણાવ્યો છે. અને તેઓએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવાં કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. એટલે કે આ મેસેજ ફેક છે. અને એક અફવાથી વધારે કાંઈ નથી.

હા પણ તમને એ પણ જણાવી દઈએ કે, હાલ પોલીસ દ્વારા વોટ્સએપ, ટિકટોક સહિતનાં સોશિયલ મીડિયા માધ્યમો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોરોનાને લઈ કોમી વૈમનસ્ય ફેલાઈ કે અફવા ફેલાઈ તેવા મેસેજ પોસ્ટ કરવા બદલ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતમાં લોકડાઉન સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા સંબંધી પણ ગઈકાલે 12 ગુના નોંધ્યા છે અને આજ સુધી 113 ગુનાઓ નોંધી 198 આરોપીની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવતા મેસેજ અને ભડકાવ લખાણના બે દિવસમાં 4 ગુના દાખલ થયા છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટનાં એક તબીબે ડોક્ટર ડાયલ એપ્લિકેશન તૈયાર કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન