Gujarat Corona: Chhota Udepur Patient Traveled in ST Bus
  • Home
  • Corona live
  • છોટા ઉદેપુરના કોરોના દર્દી તંત્રને દોડતું કર્યું, ST બસમાં વડોદરાથી કરી હતી મુસાફરી

છોટા ઉદેપુરના કોરોના દર્દી તંત્રને દોડતું કર્યું, ST બસમાં વડોદરાથી કરી હતી મુસાફરી

 | 10:43 pm IST

રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં આજે દિલ્હી મરકઝથી પરત ફરેલ એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કેમ કે, આ વૃદ્ધ એસટી બસમાં મુસાફરી કરીને બોડેલી પહોંચ્યા હતા. જેને કારણે હાલ તંત્ર દોડતું થયું છે. અને તે સમયે એસટીમાં રહેલ મુસાફરોને શોધવા માટે તપાસ અભિયાન શરૂ કર્યું છે.

છોટા ઉદેપુરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં દિલ્હીની મરકઝમાં ગયેલા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બોડેલીના આ 60 વર્ષીય વૃદ્ધે એસટી બસમાં મુસાફરી કરી હતી. તે વડોદરાથી બોડેલી એસટી બસ મારફતે પહોંચ્યા હતો. જેને કારણે હવે તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. બસમાં આ વ્યક્તિનું સંક્રમણ લાગ્યું હશે તેને લઈ તપાસ શરૂ કરાઈ છે.

એસટી બસમાં મુસાફરી કરવાને લીધે વડોદરા અને છોટા ઉદેપુરના કલેક્ટરને મુસાફરો શોધવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો અમદાવાદથી છોટા ઉદેપુર ગયેલી એસટી બસના મુસાફરોની પણ તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ કોરોના સંકટ સામે પ્રકાશરૂપી પર્વમાં રાજકોટ અને સુરત વાસીઓનો ઉત્સાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન