Gujarat Corona: For the first time in the history of Ahmedabad, the Kot area was closed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અ’વાદના ઈતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાશે, પહેલીવાર કોટ વિસ્તારો સહિત આ બ્રિજોને કરાયા બંધ

અ’વાદના ઈતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાશે, પહેલીવાર કોટ વિસ્તારો સહિત આ બ્રિજોને કરાયા બંધ

 | 8:43 am IST
  • Share

કોરોના વાયરસ દિવસેને દિવસે ગુજરાતને ભરડામાં લઈ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદના અનેક વિસ્તારોમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ઈતિહાસમાં પ્રથમવાર કોટ વિસ્તાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કદાચ અમદાવાદના ઈતિહાસમાં પહેલી વખત છે. અમદાવાદના કોટ વિસ્તારને જોડતો નહેરૂબ્રિજ, એલિસબ્રિજને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જમાલપુર બ્રિજ અને એલિસબ્રિજને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ કોટ વિસ્તારોમાં કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે તેને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા પ્રજાની સુખાકારીમાં આ નિર્ણય લેવાયો છે. આજથી અમદાવાદના કોટવિસ્તારોમાં આવેલા દરવાજા પર ચેકપોસ્ટ બનાવવામાં આવશે. કોટ વિસ્તારમાં 13 કોરોના ચેકપોસ્ટ બનાવી લોકોનું ફરજિયાત તબીબી પરિક્ષણ કરવામાં આવશે. જ્યારે કોટ વિસ્તારના તમામ ઘરોમાં પણ ફરીથી સર્વે હાથ ધરવામાં આવશે.

આજથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. આજથી આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. બીજી બાજુ બોડકદેવ, મક્તમપુરા, જશોદાનગરને ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં જે વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા છે, ત્યાં મ્યુનિ.એે ડ્રોનથી સેનિટાઈઝેશન શરૂ કર્યું છે. જ્યાં પ્રવેશ શક્ય નથી ત્યાં ડ્રોનથી સેનિટાઈઝેશન કરાશે. 2 કિલોમીટરની રેન્જ ધરાવતું ડ્રોન 10 લિટર સુધી સેનિટાઈઝેશન લિક્વિડ લઈ ઊડી શકે છે.

અમદાવાદ શહેરમાં વધુ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં બોડકદેવના બે ફ્લેટ, જશોદાનગર ટેકરાની નવી વસાહત અને મકતમપુરા વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં અગાઉ 8 વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન છે. ત્યારે હાલ શહેરમાં કુલ 14 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે મંગળવારે રાત્રે નોંધાયેલા વધુ 6 કેસના નામ-સરનામા જાહેર કરવામાં આવ્યાં છે.

જુઓ આ પણ વીડિયો: રાજકોટમાં દવા લેવા જવાનું બહાનું હવે નહીં ચાલે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન