Gujarat Corona: Government Reduces Salaries of Ministers and MLAs
  • Home
  • Ahmedabad
  • કેન્દ્ર બાદ ગુજરાત સરકારનો નિર્ણય, મંત્રીઓ-ધારાસભ્યોના પગાર 30% કપાશે

કેન્દ્ર બાદ ગુજરાત સરકારનો નિર્ણય, મંત્રીઓ-ધારાસભ્યોના પગાર 30% કપાશે

 | 9:25 pm IST

કેન્દ્રની મોદી સરકારે કોરોના સામે લડવા માટે આજે મળેલી કેબિનેટ બેઠકમાં તમામ સાસંદોના વેતનમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. તમામ સાંસદોએ પણ આ વેતનકાપનો સ્વીકાર કર્યો છે. જે બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રને અનુસરતાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પણ ધારાસભ્યની 1.5 કરોડની ગ્રાન્ટ પણ એક વર્ષ માટે કોરોના સામે લડવા માટે ખર્ચાશે.

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

કોરોના વાયરસની સામે જંગમાં કેન્દ્રનીનરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આજે બે નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલા નિર્ણય પ્રમાણે તમામ સાંસદોની સેલરીમાં એક વર્ષ માટે 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. બીજા નિર્ણય અનુસાર MPLAD ફંડને ખત્મ કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવામાં કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓઃ સુરતની 2 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો – જયંતિ રવિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન