Gujarat Corona: Home Quarantine Man Ends his Life in Palanpur
  • Home
  • Corona live
  • પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિએ કરી લીધો આપઘાત, ગુજરાતનો પ્રથમ કિસ્સો

પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિએ કરી લીધો આપઘાત, ગુજરાતનો પ્રથમ કિસ્સો

 | 9:51 pm IST

વિદેશથી આવેલાં કે અને તે લોકોનાં સંપર્કમાં આવેલાં લોકોને હાલ હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જેમાંથી કેટલાય લોકોનો હોમ ક્વોરન્ટાઈનનો સમય પણ પુર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં હોમ ક્વોરન્ટાઈનને લઈ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન થયેલાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી સત્યમ સોસાયટીમાં એક વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન હતો. અને આજે તેની હોમ ક્વોરન્ટાઈનની મુદત પુરી થતી હતી. તેવામાં આ વ્યક્તિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ મામલે પાલનપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

હોમ ક્વોરન્ટાઈન એટલે કે 14 દિવસ સુધી ઘરબંધીમાં રહેવું એ એક માનસિક ચેલેન્જ છે. અને ઘરમાં જ નજરકેદ રહેવું ઘણા લોકો માટે કઠિન બની જાય છે. ત્યારે પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિએ આપઘાત કરી લીધો હોય તેવો આ કદાચ પહેલો કિસ્સો છે. આ અગાઉ ગુજરાતમાં લોકડાઉનને કારણે બહાર જવા ન મળતાં એક યુવકે આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ આવનારા 10 દિવસ લોકો ધીરજ જાળવે તેવી વિનંતી શિવાનંદ ઝા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન