Gujarat Corona: Iscon Mega Mall Becomes Shelter Home For 150 People
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનો આ પ્રખ્યાત મોલ બની ગયો આશ્રયગૃહ, 150 જરૂરિયાતમંદો માટે બન્યો વરદાન

અમદાવાદનો આ પ્રખ્યાત મોલ બની ગયો આશ્રયગૃહ, 150 જરૂરિયાતમંદો માટે બન્યો વરદાન

 | 10:45 pm IST

કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઈ વખતે ખરીદી કરનારા વર્ગથી ઉભરાતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યો છે.

અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન મોલ લોકડાઉનમાં અટવાઈ ગયેલાં લોકો માટે શેલ્ટર હોમ બની ગયો છે. જરૂરિયાતમંદ લોકો માટે તે એક સહારો બની ગયો છઝે. અહીં 150 લોકો માટે રહેવા-જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોલની અંદર 12 દુકાનો લોકોને ઊંઘવા માટે આપવામાં આવી છે. તો તે લોકો માટે 600 લિટર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ લોકોને ગરમી ન લાગે તે માટે પણ 50 જેટલાં ટેબલ ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના મહામારીના સંકટમાં માનવધર્મ લોકો દેખાડી રહ્યા છે. ગરીબ, ભિક્ષુકો માટે ફૂડ પેકેટ આપવાના સેવાયજ્ઞ ઠેર ઠેર ચાલી રહ્યા છે. અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા પણ કોઈ ભૂખ્યું ન રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેવામાં શહેરના પ્રતિષ્ઠિત મોલ દ્વારા પણ આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મહામારીના આ સમયમાં માનવ ધર્મની સુવાસ ચારેકોર ફેલાઈ રહી છે.

આ વીડિયો પણ જુઓઃ એક શ્વાનનું કોરોનાના કારણે મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન