Gujarat Corona, Mass Promotion, Gujarat Teachers, Gujarat Education Department
  • Home
  • Ahmedabad
  • કોરોનાના કહેરને લઈ શકે છે સરકારનો મોટો નિર્ણય, ધો 1-9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

કોરોનાના કહેરને લઈ શકે છે સરકારનો મોટો નિર્ણય, ધો 1-9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

 | 7:35 pm IST

કાળમુખા કોરોનાના કહેરના કારણે ગુજરાતમાં શટડાઉનની પરિસ્થિતિ છે. અને આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ વિકરાળ બને તેવી આંશકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગામી સમયમાં પણ ક્લોઝડાઉન વધારી શકવામાં આવી શકે છે. એટલે કે શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનાં અભ્યાસને જરૂર અસર પહોંચશે. જેને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ શકે છે. હવે ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે.

ગુજરાતની રૂપાણી સરકારે કોરોના વાયરસને પગલે શિક્ષણ જગત માટે મહત્વપુર્ણ નિર્ણય લઈ શકે છે. હવે શિક્ષકોને પણ સ્કૂલે જવાની જરૂર નહીં રહે તેવો નિર્ણય સરકાર લઈ શકે છે. સરકારે શિક્ષકોને શાળાએ જવામાંથી છૂટ પણ આપી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓના ભણતરને લઈને પણ સરકાર ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરી શકે છે. જો કે હજુ આ મામલે સત્તાવાર જાહેરાત થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 30 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં પાંચ પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધનું મોત થયું છે. વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને રાજકોટમાં એક-એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થવા છતાં લોકો પર લોકડાઉનની અસર જોવા મળી ન હતી.

આ વીડિયો પણ જુઓઃ પંચમહાલમાં હોમ ક્વોરોન્ટાઈન શખ્સનું બિભત્સ વર્તન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન