Gujarat Corona: Positive Case Filed After 7 days in Rajkot
  • Home
  • Corona live
  • સાત દિવસ બાદ રાજકોટમાં નોંધાયો કોરોના પોઝિટિવ કેસ, પૂર્વ મેયર આવ્યા હતા સંપર્કમાં

સાત દિવસ બાદ રાજકોટમાં નોંધાયો કોરોના પોઝિટિવ કેસ, પૂર્વ મેયર આવ્યા હતા સંપર્કમાં

 | 7:18 pm IST

રાજકોટમાં સાત દિવસ બાદ કોરોના પોઝિટિવનો એક કેસ સામે આવ્યો છે. સતત સાત દિવસ સુધી એકપણ પોઝિટિવ કેસ સામે ન આવતાં તંત્રની ચિંતામાં વધારો થયો હતો. પણ ત્યારે આજે જંગલેશ્વર વિસ્તારમાં એક યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ યુવાનનાં સંપર્કમાં આવેલાં પૂર્વ મેયરને પણ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોના પોઝિટિવનાં હવે કુલ 11 કેસ થઈ ચૂક્યા છે.

રાજકોટમાં આજે 27 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 26 દર્દીના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. અને એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સાત દિવસ બાદ આજે આઠમાં દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. રાજકોટમાં જે જગ્યાએ પહેલો પોઝિટિવ કેસ નોંધાયો હતો તે જંગલેશ્વર વિસ્તારમાં સાત દિવસ બાદ પોઝિટિવ કેસ નોંધાયો છે. તે ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ યુવાન હાલ સ્વસ્થ પણ થઈ ચૂક્યો છે.

તેવામાં આજે નોંધાયેલ 41 વર્ષીય યુવાન સારવાર માટે પહેલાં પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાયના ક્લિનિક પર ગયો હતો. જે બાદ તેઓને સેલ્ફ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 277 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજકોટમાં ગ્રામ્યમાં એક પોઝિટિવ કેસ તો શહેરમાં 10 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ વીડિયો પણ જુઓઃ જંગલ સફારી પાર્કને સેનેટાઇઝ કરી વન્ય પ્રાણીઓને શેલ્ટર રૂમમાં મુકવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન