Gujarat Corona Positive Case Reached to 20, One dead
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં વધુ બે કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા 20 થઈ, એકનું મોત

ગુજરાતમાં વધુ બે કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા 20 થઈ, એકનું મોત

 | 10:30 pm IST

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવની સંખ્યા હવે 20 થઈ ગઈ છે. એક દિવસ પહેલાં જ આ સંખ્યા 14 હતી. કોરોના વાયરસને પગલે પોઝિટિવ કેસો આવ્યા છે એ તમામ જિલ્લાઓને ક્લોઝ ડાઉન કરી દેવામાં આવ્યા છે. તો સુરતમાં કોરોના વાયરસને કારણે એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે.

ગુજરાતમાં હવે કોરોનાના કુલ 20 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી સુરતનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 7 કેસ પોઝિટિવ છે, સુરતમાં બે નવા કેસ પોઝિટિવ નોંધાતાં સુરતમાં કોરોનાના કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સુરતના નાનપુરના એક 67 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. વડોદરા અને ગાંધીનગરમાં 3- 3 કેસ પોઝિટિવ આવ્યા છે તો કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1 – 1 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.

કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છને ક્લોઝ ડાઉન કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાતમાં કોરોનાના 273 રિપોર્ટ કરાયા છે જેમાંથી 253 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો અમદાવાદમાં 650 હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે ગાંધીનગરમાં 223, સુરતમાં 590 હોમ ક્વોરન્ટાઈન છે. ગુજરાતમાં 93 લોકોએ ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કર્યો છે.

આ વીડિયો પણ જુઓઃ કોરોના કેર વચ્ચે વધુ એક શંકાસ્પદ મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન