Gujarat Corona: Retail Sale on Provision Stores and Vegetable stores banned in Gadhinagar
  • Home
  • Featured
  • ગાંધીનગરવાસીઓ હવે ઘરમાં જ રહેજો, કરિયાણા-શાકભાજીનું રિટેલ વેચાણ બંધ-દૂધનું વેચાણ સવારે જ થશે

ગાંધીનગરવાસીઓ હવે ઘરમાં જ રહેજો, કરિયાણા-શાકભાજીનું રિટેલ વેચાણ બંધ-દૂધનું વેચાણ સવારે જ થશે

 | 6:43 pm IST

ગાંધીનગરમાં લોકડાઉન હોવા છતાં અમુક લોકો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા ન હતા. જેને કારણે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગાંધીનગરમાં શાકભાજી તેમજ કરિયાણાની દુકાનો પર રિટેલ વેચાણ બંધ કરવામાં આવ્યું છે. તો સાથે જ દૂધના વેચાણનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ગાંધીનગર મહાનગરપાલિકામાં જ લાગુ પડશે, સમગ્ર જિલ્લામાં લાગુ થશે નહીં.

આજે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યા અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરનાં મેયરે જણાવ્યું કે, ગાંધીનગરમાં લોકો શાકભાજી વેચાણ સહિતનાં બહાના બનાવીને ઘરની બહાર નીકળતા હતા. જેને કારણે ગાંધીનગર મનપા દ્વારા આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગાંધીનગરમાં દૂધનું વિતરણ સવારે 5થી 8 દરમિયાન જ થશે.

સાથે જ કરિયાણા સહિત શાકભાજીના રિટેલ વેચાણ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરેક સેક્ટર પ્રમાણે 2 ફેરિયાઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોક ડાઉનનો કડક અમલ કરાવવા મોલ્સ સહિત કરિયાણાની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાનાં કુલ 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 લોકોનાં મોત પણ નિપજ્યા છે. તેવામાં લોકડાઉનનું કડકપણે પાલન થાય તે અત્યંત જરૂરી છે.

આ વીડિયો પણ જુઓઃ લોકડાઉનથી બચવા લોકો એક-બે ટામેટા લઈ બહાર નીકળે છે રાજ્ય પોલીસ વડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન