Gujarat Corona: Ruckus Created At Surat APMC in LockDown Situation
  • Home
  • Corona live
  • કોરોનાના કહેર વચ્ચે સુરતનાં શર્મનાક દ્રશ્યો, APMCમાં શાકભાજી લેવા માટે પડાપડી

કોરોનાના કહેર વચ્ચે સુરતનાં શર્મનાક દ્રશ્યો, APMCમાં શાકભાજી લેવા માટે પડાપડી

 | 10:35 pm IST

સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 13 પહોંચી ગયો છે. તો સુરતને હોટસ્પોટ જાહેર કરી રાંદેર સહિત અન્ય વિસ્તારમાં માસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેવામાં સુરતમાંથી શર્મસાર કરી દેતાં દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં એપીએમસીમાં શાકભાજીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો તૂટી પડ્યા હતા. જેને કારણે અફરાતફરી, ભાગદોડનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં એપીએમસી માર્કેટમાં આજે મોટી સંખ્યામાં લોકો તૂટી પડ્યા હતા. ફેરિયાઓને પાસ લેવા માટે આજે સંચાલકોએ બોલાવ્યા હતા. જો કે મોટી સંખ્યામાં ભીડને જોઈ સંચાલકો ગાયબ થઈ ગયા હતા. 144 અને લોકડાઉનની નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા હતા. જેવો જ એપીએમસીનો ગેટ ખુલ્યો ત્યાં જ લોકોએ દોડાદોડી કરી મૂકી હતી. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. જેને કારણે કેટલાય લોકો નીચે પડી ગયા હતા.

એપીએમસી માર્કેટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. તેવામાં પોલીસ ક્યાં હતી અને તંત્ર શું કરી રહ્યું હતું. તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોરોરના કાળો કહેર મચાવી રહ્યો છે તેવામાં અહીં આવેલ મોટી સંખ્યામાં લોકોમાં સંક્રમણ ફેલાશે તો તેના માટે કોણ જવાબદાર હશે. ગત દિવસે ટેમ્પો ચાલકોને પાસ લેવા માટે બોલાવ્યા હતા. તે સમયે પણ આ જ પ્રકારે ભીડનાં દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે તંત્ર દ્વારા આટલી ગંભીર બેદરકારી કેવી રીતે રાખવામાં આવી શકે તેના પર સો સવાલ ઉભા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન