Gujarat Corona: Strict Actions Taken Against Persons who Stops Medical Staff
  • Home
  • Corona live
  • પાટણમાં ક્વોરન્ટાઈન યુવકની તપાસ કરવા ગયેલ આરોગ્ય કર્મીને આપી ધમકી, સરકારે લીધો આ કડક નિર્ણય

પાટણમાં ક્વોરન્ટાઈન યુવકની તપાસ કરવા ગયેલ આરોગ્ય કર્મીને આપી ધમકી, સરકારે લીધો આ કડક નિર્ણય

 | 3:36 pm IST

મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલાની ઘટનાને સમગ્ર દેશવાસીઓએ વખોડી હતી. તેવામાં ગુજરાતના પાટણમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં હોમ ક્વોરન્ટાઈન યુવકની તપાસ કરવા ગયેલી આરોગ્ય વિભાગની ટીમને અટકાવીને અમુક લોકોએ ધમકી આપી હતી. જે બાદ ગુજરાત સરકારે કહ્યું છે કે જો આરોગ્ય કર્મચારીઓની હેરાનગતિ કરી છે તો સીધા જેલમાં જવું પડશે.

પાટણના મેમદાવાદ ગામમાં જયપુરથી આવેલાં 30 વર્ષીય યુવાનને હોમ ક્વોરન્ટાઈન કરાયો હતો. જેની તપાસ માટે આરોગ્ય કર્મચારી ગાડી લઈને નીકળ્યા હતા. જ્યાં ગામની બહાર કેનાલ આગળ અમુક ઈસમોએ કર્મચારીની ગાડીને અટકાવી હતી. અને ગામમાં કોઈ વ્યક્તિ બહારથી નથી આવ્યું તેમ જણાવ્યું હતું. જે બાદ ઈસમોએ આરોગ્યકર્મીને ધમકી આપતાં કહ્યું કે, જો ગામમાં ગયા છો તો પરિણામ સારું નહીં આવે.

અજાણ્યા ઈસમોની આ વાતથી ડરી ગયેલાં આરોગ્ય કર્મી યુવાનની તપાસ કર્યા વગર પરત આવી ગયા હતા. જો કે તેઓએ આ મામલો દબાવવાની કોશિશ કરી હતી. પણ મેમદાવાદ ગામનાં લોકોને આ વાતની જાણ થઈ ગઈ હતી. અને આ મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ પોલીસને મૌખિક ફરિયાદ પણ કરી હતી. પણ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જો કે આ મામલો પ્રકાશમાં આવતાં સરકાર એક્શનમાં આવી ગઈ હતી. અને સરકારે આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, હવે આરોગ્ય કર્મચારીઓની હેરાનગતિ કરી છે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હેરાનગતિ કરતાં જેલ જવાનો પણ વારો આવી શકે છે.

આ વીડિયો પણ જુઓઃ કોરોના સામે લડતમાં સફાઈ કામદારનું મહત્વનું યોગદાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન