Gujarat Corona: Surat CP Bans All Private Vehicles and APMC
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • સુરતીઓ હવે કારણ વગર બહાર ન નીકળતાં, તમામ ખાનગી વાહનો પર મૂકાયો પ્રતિબંધ

સુરતીઓ હવે કારણ વગર બહાર ન નીકળતાં, તમામ ખાનગી વાહનો પર મૂકાયો પ્રતિબંધ

 | 5:45 pm IST
  • Share

કોરોનાના કહેરને પગલે અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરતમાં આજે 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો એક વ્યક્તિનું મોત નિપજ્યું છે તો બે દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. તેવામાં સુરત પોલીસ કમિશનર દ્વારા આજ મધ્યરાત્રિથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનરે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સુરતમાં આજ મધ્યરાત્રિએથી ખાનગી વાહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 14 એપ્રિલ સુધી શહેરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ રહેશે. જો કે, મીડિયા અને ઈમરજન્સી વાહનોને છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત એપીએમસી માર્કેટમાં ભીડના વીડિયો બાદ માર્કેટને બંધ કરી દેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાતં સુરત શહેર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, બિનજરૂરી નીકળશો તો પોલીસ વાહન ડિટેઈન કરશે. શહેરમાં અત્યાર સુધી 16 ગુના દાખલ કરાયા છે. તો બહાના બતાવીને બહાર નીકળનારાના 521 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. તો લોકડાઉન નિયમ ભંગના પોલીસે 1326 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તો 2255 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન