ગુજરાત કોરોનાઃ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 175, એક દિવસમાં 3નાં મોત- કુલ મોત 15

ગુજરાતમાં આજે કોરોના વાયરસને કારણે 3 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતમાં બે વ્યક્તિનાં મોત અને પાટણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં પણ આજે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગુજરાતમાં આજે 29 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેને કારણે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 175 થઈ ગયો છે. અને કુલ મોત 15 થઈ ચૂક્યા છે.
સુરતમાં આજે એક જ દિવસમાં રાંદેર અને બેગમપુરાના વૃદ્ધનાં મોત થયા છે. રાંદેરના 52 વર્ષના અહેસાન રસીદ ખાન અને બેગમપુરાના 65 વર્ષના રમેશચંદ્ર રાણાનું પણ નિધન થયું છે. સુરતમાં કોરોનાને કારણે કુલ ચાર લોકોનાં મોત નિપજ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45 વર્ષીય દર્દીનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
રાજ્યમાં 175 પોઝિટિવ કેસ નોંધાયા ચાર લોકો વેન્ટિલેટર પર છે. 136 લોકો સ્ટેબલ છે. 25 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. બપોર બાદ અમદાવાદ, રાજકોટમાં એક અને સુરતમાં ત્રણ નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના 29 દર્દી નોંધાયા છે.
175 કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 83 પોઝિટિવ કેસ, સુરતમાં 22, ભાવનગરમાં 14, ગાંધીનગરમાં 13, વડોદરા 12, રાજકોટમાં 11, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથમાં 2, કચ્છમાં 2, મહેસાણામાં 2, મોરબી- પંચમહાલ- છોટાઉદેપુર- જામનગર- હિંમતનગર- આણંદમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન