Gujarat Corona Update More 48 cases tested covid positive
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ફરીથી કોરોના વકર્યો, આજે નવા 48 કેસ અને 1નું મોત

ગુજરાતમાં ફરીથી કોરોના વકર્યો, આજે નવા 48 કેસ અને 1નું મોત

 | 10:15 pm IST
  • Share

  • અમદાવાદમાં સૌથી વધુ 17 નવા કેસ નોંધાયા

  • આજે વધુ 24 દર્દીઓ સાજા થયા

  • ગુજરાતમાં હાલ 349 એક્ટિવ કેસ

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 40થી વધારે નોંધાઈ રહી છે. આજે પણ રાજ્યમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા નવા 48 કેસો પૈકી સૌથી વધુ 17 પોઝિટિવ દર્દીઓ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 9, વડોદરામાં 7, ભાવનગરમાં 4 અને જામનગરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ, ખેડા, કચ્છ, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જેવા જિલ્લાઓમાં આજે એક-એક નવા કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.

આજે રાજ્યભરમાં 24 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8,17,263 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થઈ ચૂક્યા છે. જ્યારે આજે ગુજરાતમાં વધુ એક દર્દીનું મરણ થવા સાથે જ આ જીવલેણ વાઇરસ રાજ્યમાં અત્યાર સુધી કુલ 10,095 લોકોને ભરખી ચૂક્યો છે.

હાલ રાજ્યમાં કોરોનાના કુલ 349 એક્ટિવ કેસો છે. જે પૈકી 7 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 342 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો