રાહતના સમાચાર: ગુજરાતમાં આજે કોરોના કેસમાં ધરખમ ઘટાડો, રાજ્યમાં 1 દર્દીનું મોત

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. રાજયમાં આજે 31,116 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ થયુ છે. ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ સતત ઘટી રહ્યો છે. આજે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 423 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 423 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 2 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4375 એ પહોંચ્યો છે. જ્યારે 702 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.39 ટકાએ પહોંચ્યો છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 81, સુરત કોર્પોરેશન 75, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા 22, સુરત 17, રાજકોટ 13, કચ્છ 11, ભાવનગર કોર્પોરેશન 7, જુનાગઢ 7, ગાંધીનગર 6, ખેડા 6, મહેસાણા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 5, અમદાવાદ 4, આણંદ 4, ગીર સોમનાથ 4, મોરબી 4, અરવલ્લી 3, બનાસકાંઠા 3, દાહોદ 3, પંચમહાલ 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, ભરૂચ 2, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, નર્મદા 2, અમરેલી 1, જામનગર 1, નવસારી 1, પોરબાંદર 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ-19ના કારણે દમ તોડનાર દર્દીઓની સંખ્યા માત્ર એક નોંધાઇ છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 1 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. આ મોત અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયું છે. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 1 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4375 પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,49,352 નાગરીકો સાજા થઈ ગયા છે. 4375ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 4960 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 50 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 4910 સ્ટેબલ છે.
આ વીડિયો પણ જુઓ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નીતિન પટેલનું નિવેદન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન