Gujarat declining for last two days Corona Vaccination
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વેક્સિનેશનમાં સતત ઘટાડો

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વેક્સિનેશનમાં સતત ઘટાડો

 | 8:00 am IST
  • Share

વેક્સિનેશનમાં 1 દિવસમાં 60 હજાર અને બે દિવસમાં 2.12 લાખનો ઘટાડો

 કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દૈનિક વેક્સિનેશનમાં બે દિવસમાં સીધો ૪૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે શનિવારે શુક્રવારની સરખામણીએ ૬૦ હજારનો અને બે દિવસમાં ૨.૧૨ લાખનો ઘટાડો જોવા મળ્યો છે. આજે એક દિવસમાં નવા ૨,૯૬,૦૯૨ લોકોને રસી આપવામાં આવી છે. જોકે ગુરૃવારે ૫,૦૮,૫૭૬ અને શુક્રવારે ૩,૫૫,૯૫૩ આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરેલી વિગતો પ્રમાણે, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરમાં પ્રથમ ડોઝ લેનારની  સંખ્યા ૩૩૧થી ઘટીને ૧૭૯ નોંધાઈ હતી તથા બીજો ડોઝ લેનાર વર્કરની સંખ્યા ૧૦,૯૨૪ નોંધાઈ હતી. અત્યાર સુધીમાં કુલ ૧૯,૬૫,૭૯૨ હેલ્થ કેર વર્કર  અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ જ્યારે ૧૪,૩૭,૭૦૭ને બીજો ડોઝ  અપાઈ ચુક્યો છે. આ સિવાય આજે ૧૮થી ૪૫ વર્ષના કુલ ૧,૫૪,૮૬૫ યુવાનોને પ્રથમ ડોઝ અને ૨૨,૫૪૩ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

ગુજરાતના કેટેગરી વાઈઝ રસીકરણના આંકડા
કેટેગરી શનિવાર કુલ 
હેલ્થ કેર-ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ ૧૭૯ ૧૯,૬૫,૭૯૨
હેલ્થ કેર-ફ્રન્ટ લાઈન વર્કર બીજો ડોઝ ૧૦,૯૨૪ ૧૪,૩૭,૭૦૭
૪૫ વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ  ૪૯,૬૩૩ ૧,૧૮,૪૧,૪૭૫
૪૫ વર્ષથી વધુ ઉંમરના બીજો ડોઝ ૫૭,૯૪૮ ૫૫,૭૦,૦૧૯
૧૮થી ૪૫ વર્ષના પ્રથમ ડોઝ ૧,૫૪,૮૬૫ ૧,૦૧,૩૮,૮૬૭
૧૮થી ૪૫ વર્ષના બીજો ડોઝ ૨૨,૫૪૩ ૩,૫૩,૭૫૭
કુલ ૨,૯૬,૦૯૨ ૩,૧૩,૦૭,૬૧૭

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન