Gujarat Deesa Nagarpalica In 12 members of resign today
  • Home
  • Featured
  • ગુજરાતના રાજકારણમાં મોટો ખળભળાટ, અહીં એકસાથે 12 સભ્યોના રાજીનામા પડતા BJPનું ટેન્શન વધ્યું

ગુજરાતના રાજકારણમાં મોટો ખળભળાટ, અહીં એકસાથે 12 સભ્યોના રાજીનામા પડતા BJPનું ટેન્શન વધ્યું

 | 10:44 pm IST

ગુજરાતમાં એકબાજુ રાજ્યસભાની ચૂંટણી સામે આવીને પડી છે. ત્યારે ભાજપમાં ખળભળાટ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ડીસામાં એક સાથે 12 સભ્યોના રાજીનામા પડતા ભાજપનું ટેન્શન વધ્યું હતું. આ ઘટનાને પગલે રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં હાલ ભાજપ શાસિત નગરપાલિકા છે. ત્યારે આજરોજ નગરપાલિકાના ભાજપના 12 સભ્યોના હોદ્દા પરથી રાજીનામા ધરી દેતા ભાજપ ચિંતામાં પેઠું હતું.

ગુજરાતના ડીસામાંથી મળતી માહિતી પ્રમાણે, ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયગાળાથી આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો હતો. જો કે, પાલિકાના પ્રમુખના વિરોધમાં સભ્યોએ મોવડી મંડળને રજૂઆત કરી હતી તેમ છતાં ઉકેલ નહીં આવતા આજરોજ ન.પા. ભાજપના ચેરમેન સહિત 12 સભ્યોએ ધડાધડ રાજીનામા ધરી દીધા હતા.

આ ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી ભાજપનું નસીબ ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે. ભાજપના હાથમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં સત્તા હાથમાંથી ગઇ હતી. તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના જાદું સામે ભાજપ સત્તામાં આવી શક્યું નહીં ત્યારે હવે ગુજરાતના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે.

રાજીનામા આપનાર સભ્યોના નામ

  • મકનજુલાબેન કિરણભાઈ રાવલ…સમાજ કલ્યાણ ચેરમેન
  • રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ…ઇ એસ ટી ચેરમેન
  • મણીબેન નાગજીભાઈ રાણા…સેનિટેશન..કમિટી ચેરમેન
  • ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા…ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન
  • અતુલભાઈ મફતલાલ શાહ….બાંધકામ કમિટી ચેરમેન
  • કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર…ભુરગભ ગટર કમિટી ચેરમેન
  • જબુબેન દિનેશભાઇ રાજપૂત…શિક્ષણ કમિટી ચેરમેન
  • નિલેશભાઈ હિંમતલાલ ઠક્કર…શાસક પક્ષ નેતા
  • પલવીબેન કનુભાઈ જોશી…લીગલ કમિટી ચેરમેન
  • અનિતાબેન વિજયભાઈ વાઘેલા…પાણીપૂરવઠા કમિટી સભ્ય
  • પ્રવીણ ગોરધનજી માળી (પૂર્વ પ્રમુખ) દંડક
  • રમેશભાઈ અમરાજી માજીરાના…પાણીપૂર્વઠા સમિતિ ચેરમેન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન