ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં

ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં

 | 4:09 pm IST
  • Share

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા ફિક્સ પગારધારકોના પગારમાં 63થી 124 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્યણથી હાલ ફિક્સ પગારમાં કામ કરી રહેલા 1.18 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી સરકાર પર રૂ.1300 કરોડનો બોજો પડશે.

1રાજ્ય સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1,18,738 કર્મચારીઓને સીધો લાભ થશે. ખાસ કરીને વર્ગ-2ના કર્મચારીઓના પગારમાં 90%, વર્ગ-3ના કર્ચમારીઓના પગારમાં 73% અને વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં 63%ના વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામ કર્મચારીઓનો પાંચ વર્ષનો અનુભવ ગણવામાં આવશે. 2006થી ચાલી આવતાં પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે 10% HRA પણ કર્મચારીઓને આપવામાં આવશે.

2

વર્ગ 4ના કર્મચારીઓને ચૂકવાતા 10, 400માં 63 ટકાનો વધારો
વર્ગ – 4ના કર્મચારીઓનો પગાર વધીને 16, 224 કરાયો
તલાટી, કોન્સ્ટેબલ, વિદ્યાસહાયકને 73 ટકાનો વધારો
બીજી કેડરના કર્મચારીઓને 19950 ચૂકવાશે
1 લાખ 18 હજાર 738 કર્મચારીઓને મળશે આ લાભ
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
સરકાર પર 1 હજાર 300 કરોડનો બોજો પડશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે
1 ફેબ્રુઆરીથી તમામ કર્મચારીઓનો થશે પગાર વધારો
1.18 લાખ કર્મચારીઓને મળશે લાભ
2006થી ચાલી આવતા પગાર ધોરણોમાં કરાયો વધારો
ત્રીજી કેડરના કર્મચારીઓના પગારમાં 90 ટકાનો વધારો
ત્રીજી કેડરના કર્મચારીઓને 31, 340 ચૂકવાશે

વર્ગ 4ના કર્મચારીઓનો પગાર 63 ટકા વધારાયો, હવે થશે 16,200
વર્ગ 3ના કર્મચારીઓનો પગાર 73 ટકા કરાયો, હવે થશે 19950
વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 90 ટકા વધારાયો, હવે થશે 31340
10 ટકા એચઆરએ પણ અપાશે તેમજ મેડિકલનો પણ લાભ મળશે
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે

1300 કરોડનો આર્થિક બોજ સરકારી તિજોરી પર પડશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરીથી આ નિર્ણયનો અમલ થશે. 2006થી ભરતી થયેલા કર્મચારીઓને પણ સેવાનો સળંગ લાભ મળશે. 1300 કરોડનો આર્થિક બોજ સરકારી તિજોરી પર પડશે. આગળની સ્લાઇડમાં વાંચો કોને મળશે કેટલો પગારવધારો?

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરી રહેલા લાખો યુવા સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા પોતાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ સાથે વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમમાંથી કોઇ નિર્ણય આવે તે પહેલાં રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ફિક્સ પગારદારોનો પગાર વધારી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન