જીગ્નેશ મેવાણીની ચીમકીના પગલે ગુજરાત પોલીસ ખડેપગે, પોલીસકર્મીઓની રજા કેન્સલ - Sandesh
NIFTY 10,579.90 +9.35  |  SENSEX 34,577.45 +76.18  |  USD 66.8600 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જીગ્નેશ મેવાણીની ચીમકીના પગલે ગુજરાત પોલીસ ખડેપગે, પોલીસકર્મીઓની રજા કેન્સલ

જીગ્નેશ મેવાણીની ચીમકીના પગલે ગુજરાત પોલીસ ખડેપગે, પોલીસકર્મીઓની રજા કેન્સલ

 | 9:07 pm IST

૧૪મી એપ્રિલે આંબેડકર જયંતિ હોવાથી કોઇપણ રાજકારણીઓએ બાબા સાહેબ આંબેડકરને ફુલહાર નહી પહેરાવવા દઈએની ધમકી દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપી હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વણસે નહી તેના ભાગરુપે રાજયપોલીસ વડાએ તમામ પોલીસ કર્મચારીઓ તેમજ પી.આઇ કે તેનાથી ઉપરી અધિકારીઓને રજા નહી આપવાનો હુકમ પરિપત્ર ધ્વારા કર્યો છે. રાજયના કોઇપણ પોલીસ અધિકારીએ પોતાનુ હેડકવાટર્સ છોડવુ નહી તેમ પણ જણાવાયુ છે.

રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા તકેદારીના ભાગરુપે તમામ પોલીસ અધિકારીઓએ ૧૪ મી એપ્રિલના રોજ પોતાના કાર્યક્ષેત્રમાં વિસ્તારમાં હાજર રહેવાનો આદેશ ડીજીપીએ કર્યો છે. તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગો સિવાય ૧૪ મી એપ્રિલે હેડ કવાટર્સે રજા મંજુર નહી કરવા તમામ પોલીસ કમિશનરો તેમજ તમામ ડીએસપીને ડીજીપી દ્વારા હુકમ કરતો પરિપત્ર બહાર પાડયો છે. આ ઉપરાંત જે પોલીસકર્મીઓએ રજા લીધી હોય અને અનિવાર્ય સંજોગો ના હોય તો રજા રદ્દ કરી દેવી. જે અધિકારીઓ રજા હાલ રજા ઉપર હોય તેમણે પણ તાત્કાલિક અસરથી હાજર કરવા સુચના આપવામા આવી છે. પી.આઇ કે તેનાથી ઉપરી કક્ષાના અધિકારીએ આંબેડકર જયંતિના દીવસે રજા લેવી હોય તો ડીજીપી ઓફીસની મંજુરી લેવા માટે જણાવવામાં આવ્યુ છે.

નોંધનિય છે કે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે આંબેડકર જયંતિના દીવસે કોઅ પણ ધારાસભ્ય,સંસદ સભ્ય કે અન્ય કોઇ રાજકારણીએ આંબેડકરના પુતળાને ફુલહાર પહેરાવવો નહી તેની સામે સાંસદ ડો.કીરીટ સોલંકીએ બાયો ચઢાવી હતી કે જીગ્નેશ કોણ છે અને તેના કહેવાથી આંબેડકરને ફુલહાર નહી પહેરાવવો તે વાતમાં દમ નથી. જેના કારણે દલિતનેતાઓ સામ-સામે આવી ના જાય તેમજ પરિસ્થીતિ વણસે નહી તેના ભાગરુપે તમામ પોલીસની રજાઓ રદ્દ કરીને હેડ કવાટર્સ ના છોડવા માટે હુકમ કરવામા આવ્યો છે.