Gujarat: Dudhsagar Dairy Gives 1 Milk Bag for 100 Used Milk Bags In Mehsana
  • Home
  • Featured
  • મહેસાણા દૂધ સાગરની અનોખી ઓફર, 1 થેલી દૂધ મફતમાં મેળવવા બસ કરવું પડશે આટલું સામાન્ય કામ

મહેસાણા દૂધ સાગરની અનોખી ઓફર, 1 થેલી દૂધ મફતમાં મેળવવા બસ કરવું પડશે આટલું સામાન્ય કામ

 | 3:26 pm IST

સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે દૂધસાગર ડેરી દ્વારા પણ આ અભિયાનમાં સહભાગી બની પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા માટે અનોખી યોજના શરૂ કરવામાં આવી છે.

જેને લઇ દૂધસાગર ડેરીની 100 જેટલી પ્લાસ્ટિકની ખાલી કોથળીઓ ડેરીના જેતે આઉટલેટ કે પાર્લર પર પરત આપવાથી 500 એમએલની એક દૂધની થેલી જ્યારે 50 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પરત આપવાથી એક છાશની થેલી લોકોને મફત આપવામાં આવશે.

ડેરી દ્વારા શરૂ કરાયેલ આ અનોખી યોજના પૂર્વ અત્યાર સુધી લોકો દૂધની પ્લાસ્ટિકની થેલીઓ દૂધના વપરાશ બાદ જ્યાં ત્યાં નાંખી દેતા હતા. જેને લઇને આ પ્લાસ્ટિકની થેલીઓ ક્યાંય રખડતી ન થાય અને ભારતની સાથે મહેસાણા જ નહીં ઉત્તર ગુજરાત પણ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ડેરીએ નવો અભિગમ અપનાવીને અત્યાર સુધી ફેંકી દેવાતી દૂધની પ્લાસ્ટિકની થેલીઓને એકઠી કરવાનું બિડુ ઝડપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યોજનાને લઇ દૂધની પ્લાસ્ટિકની થેલીઓ હવે રસ્તા પર ક્યાં નહીં દેખાય.

આ પણ જુઓ વીડિયો: ટ્રાફિકના નવા નિયમો પર સુરત અને વડોદરાથી લાઇવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન