આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, બધા નેતા એડીચોટીનું જોર લગાવશે - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, બધા નેતા એડીચોટીનું જોર લગાવશે

આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, બધા નેતા એડીચોટીનું જોર લગાવશે

 | 9:39 am IST

આજે સાંજે ચૂંટણીના પહેલા ચરણના ઈલેક્શન માટે ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. ગુજરાત ચૂંટણી કમિશનની જાહેરાત મુજબ આજે સાંજે 5 વાગ્યાથી ચૂસ્ત આચારસંહિતા લાગું થશે. ત્યારબાદ કોઇ પણ રાજકીય પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. આ બધાની વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થશે.

વડાપ્રધાન પણ કોઈ કસર નહિ છોડે
આજે પીએમ મોદી સુરતમાં સભા સંબોધવાના છે. તેઓ લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતેથી ચૂંટણી પ્રચાર કરશે. બીજી તરફ વડાપ્રધાન ગુરુવારે ગુજરાત બીજેપીના એસટી-એસસી મોરચાના કાર્યકર્તાઓ સાથે ઓડિયોથી સંબોધન કરશે. તેઓ ગુજરાતના તટીય વિસ્તારના બીજેપી કાર્યકર્તાઓ સાથે પણ ઓડિયો સંબોધન કરશે. તેઓ ઓખી તોફાને લઈને લોકોની તકલીફોને સાંભળશે. વડાપ્રધાને ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. અંદાજે 10,000 કાર્યકર્તાઓને એકસાથે ફોન જશે અને ઓડિયો બ્રિજ ટેકનિક દ્વારા એકસાથે સંવાદ કરવામાં આવશે.

  • મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 3 જાહેર સભાઓને સંબોધશે. પાલનપુર, કઠલાલ, સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે.
  •  કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીનો ચૂંટણી પ્રચાર આજે અમદાવાદમાં હશે. તેઓ 2 સભા સંબોધશે. સાંજે 7.30 વાગ્યે દરિયાપુરમાં અને 8.30 વાગ્યે દાણીલીમડામાં સભા સંબોધશે
  •  ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે 4 સભાઓને સંબોધશે. તેઓ કડાણા, ખેરાલુ, સિદ્ધપુર અને દહેગામમાં સભા સંબોધશે
  •  UPનાં CM આદિત્યનાથ યોગી પણ આજે ગુજરાતમાં છે. તેઓ કુલ 7 જનસભા સંબોધિત કરશે. યોગી આદિત્યનાથ સોમનાથ, રાજકોટ, તળાજા, પાલીતાણા, ચૂડા, ઉમરેઠમાં સભા કરશે. સાંજે 8 વાગ્યે સયાજીગંજમાં યોગીની સભા યોજાશે.
  • કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા પણ 7 જનસભાઓને સંબોધિત કરશે. તેઓ બાબરા, ડોડિયારા, કેશોદ, લીલિયા, કરજણ, નાડામાં જનસભા સંબોધશે. સાંજે 8 વાગ્યે વાઘોડિયામાં સભાને સંબોધિત કરશે.
  •  પૂર્વ PM મનમોહનસિંહ આજે રાજકોટનાં પ્રવાસે છે. તેઓ પત્રકાર પરિષદને સંબોધશે
  • પૂર્વ CM આનંદીબહેન પટેલ વડોદરાની મુલાકાતે છે. તેઓ સવારે 10 વાગ્યે મહિલા સંમેલનમાં હાજરી આપશે. ત્યાર બાદ ડોક્ટર એસોસિયેશન અને પાટીદાર સમાજનાં સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપશે.