Gujarat Election Result 2019 Live By Poll Results Today
  • Home
  • Election 2019
  • Live: ગુજરાતની તમામ 4 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો, કોંગ્રેસના સૂપડા સાફ

Live: ગુજરાતની તમામ 4 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો, કોંગ્રેસના સૂપડા સાફ

 | 7:29 am IST

આજે દેશમાં લોકશાહીના પૂર્વનો ખાસ દિવસ છે. લોકસભાની 542 બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે, હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ છે.

ગુજરાતની તમામ 26 સીટો પરથી પળેપળની અપડેટ

  • જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસના જયંતી સભાયાની થઈ હાર
  • જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં રાઘવજી પટેલની થઈ જીત
  • ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દિનેશભાઈ પટેલ હાર્યા
  • ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપના પરસોતમભાઇ સાબરીયાની થઈ જીત
  • ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ ચાર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પર 23મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.

1) જામનગર ગ્રામ્ય : આ બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર છે.

2) ધ્રાંગધ્રા : આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

3) માણાવદર : ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા.

4) ઊંઝા :કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન