Gujarat Election Result 2019: LokSabha Election Today Winner Candidate
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ભાજપની કોંગ્રેસને વધુ એકવાર ધોબી પછડાટ, ખીલ્યા 26એ 26 કમળ

ગુજરાતમાં ભાજપની કોંગ્રેસને વધુ એકવાર ધોબી પછડાટ, ખીલ્યા 26એ 26 કમળ

 | 7:40 am IST

આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ છે. ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોને લઇને મતગણતરીને લઈને તમામ અપડેટ્સ તમે નીચે જોઈ શકો છો.

ગુજરાતની તમામ 26 સીટો પરથી પળેપળની અપડેટ

.

  • ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. સાથે ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે.
  • ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી 23 પર ભાજપનો ભગવો લહેરાયો, 3 પર બાકી
  • કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા ફરીથી ચૂંટાયા
  • ગુજરાતની 21 બેઠકો પર ભાજપની જીત
  • અમિત શાહ ગાંધીનગર સીટ પરથી 5 લાખ 54 હજાર મતોથી વિજય
  • ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ભારતીબેનને 296739 લીડ સાથે આગળ રહ્યા, તો કોંગ્રેસના મનહર પટેલને 283252 મત મળ્યા હતા.
  • રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું છે.
  • રાજકોટમાં ભાજપની જીતના કારણે એક પેટ્રોલપંપના માલિકે સાંજના 7થી 11 સુધી મફતમાં CNG આપવાની જાહેરાત
  • ગુજરાતમાં 26માંથી 16 લોકસભા સીટો પર ભાજપની જીત.
  • અમરેલીમાં ભાજપના નારણ કાછડીયા જીત્યા, વિપક્ષના નેતા પરેશ ધાનાણીની થઈ હાર
  • જુનાગઢમાં રાજેશ ચૂડસમાની જીત, કોંગ્રેસના પૂજાભાઈ વંશ હાર્યા
  • ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાની થઈ જીત, કોંગ્રેસના શેરખાન પઠાણ હાર્યા. 
  • પાટણમાં ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની જીત થઈ, કોંગ્રેસના જગદીશ ઠાકોર હાર્યા. 
  • વલસાડના ભાજપના ઉમેદવાર કેસી પટેલની જીત
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેકોર્ડ બ્રેક 5 લાખ 11 હજાર મતોથી આગળ
  • ભાજપે ગુજરાતમાં 14 બેઠકો પર જીત હાંસલ કરી દીધી છે.

  • ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
  • સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડની જીત રાજેન્દ્ર ઠાકોર હાર્યા
  • મહેસાણાથી ભાજપનાં શારદાબહેન પટેલ આગળ ચાલી રહ્યાં છે તેમની સામે કોંગ્રેસે એ. જે. પટેલ ઉમેદવાર છે.
  • પોરબંદર બેઠક પરથી અપક્ષ લડી રહેલા રેશ્મા પટેલની હાર
  • આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો ભાજપના મિતેશ પટેલ સામે 1.45 લાખ મતે પરાજય
  • અમરેલીમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી
  • બનાસકાંઠા બેઠક પરથી ભાજપના મંત્રી પરબત પટેલની કોંગ્રેસના પરથી ભટોળ સામે જીત
  • અમદાવાદ પ.માં ભાજપના કિરીટસિંહ સોલંકીની જીત

  • ગાંધીનગરમાં અમિત શાહ 4 લાખ 65 હજાર લીડથી આગળ
  • વડોદરામાં કોંગ્રેસના પ્રશાંત પટેલની હાર
  • ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળની જીત
  • જામનગરમાં ભાજપના પુનમ માંડમ જીત્યા, તો કોંગ્રેસના મુળું કંડોરિયા હાર્યા
  • જામનગરમાં ભાજપના પુનમ માંડમ 2 લાખથી વધુની લીડ
  • અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 105999
  • પશ્ચિમમાં કિરિટ સોલંકી 180526 મતથી આગળ
  • સુરતમાં ભાજપના દર્શના જરદોશ 3 લાખ 70 હજારની લીડ
  • છોટા ઉદેપુરમાં ગીતા રાઠવા 3 લાખ મતોથી આગળ
  • વડોદરામાં ભાજપના ઉમેદવાર રજનબેન ભટ્ટ ઓફિશિયલ રીતે જીત્યા

  • આણંદથી ભરતસિંહ સોલંકી 93 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.
  • રાજકોટમાં ભાજપના મોહનકુંડારિયાની 2 લાખની લીડ
  • કચ્છમાં પહેલી વખત 57,000 હજારની ભાજપની લીડ
  • બરોડામાં ભાજપના રજનબેન ભટ્ટ 1 લાખ મતોથી આગળ

  • સુરેન્દ્રનગરમાં ભાજપના મહેન્દ્ર મુજપરા 50 હજાર મતોથી આગળ
  • રાજકોટમાં મોહન કુંડારિયા 1 લાખ 75 હજાર મતોથી આગળ
  • સુરતમાં ભાજપના દર્શના જરદોશ આગળ
  • નવસારીમાં સીઆર પાટિલ 1 લાખ મતોથી આગળ
  • અમદાવાદ પ. કિરીટ સોલંકી 65 હજાર મતોથી આગળ
  • ભરૂચના મનુસખ વસાવા 1.93 હજાર મતોથી આગળ
  • પંચમહાલમાં કોંગ્રેસના વી.કે ખાંટ પાછળ
  • પંચમહાલથી ભાજપના રતનસિંહ 42000 મતોથી આગળ
  • ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો હારે છે
  • ગાંધીનગરમાં અમિત શાહ 2 લાખની લીડ પાર
  • બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ આગળ

  • બારડોલીમાં પ્રભુ વસાવા 1 લાખ મતોથી આગળ
  • આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર નિષ્ચિત

  • આણંદમાં ભાજપના મિતેશ પટેલ 53,000 મતોથી આગળ
  • સાબરકાઠામાં દિપસિંહ રાઠોર 31,000 મતોથી આગળ
  • જામનગરમાં પુનમમાંડમ 70,000 હજાર મતોથી આગળ
  • ભરૂચ ભાજપના મનસુખ વસાવા આગળ
  • પંચમહાલ બેઠક પરથી ભાજપના રતનસિંહ 25,000 મતોથી આગળ

  • ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 80,000 મતોથી આગળ
  • આણંદના ભરતસિંહ સોલંકી 50,000 હજાર મતોથી પાછળ
  • ગાંધીનગરમાં અમિત શાહ 1,75000 હજાર મતોથી આગળ
  • મતગણતરી વચ્ચે સેન્સેક્સ 40 હજારને પાર
  • 36 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભાજપ એક્લા હાથે બહુમતીના પાર
  • ગુજરાતમાં ચાર ઉમેદવારોની જીત પાક્કી, તમામ ઉમેદવાર 1 લાખ વોટથી આગળ

  • ફરીથી મોદી મેજિકના કારણે શેરબજારમાં ઉાછાળો
  • ગુજરાત સહિત 6 રાજ્યોમાં બીજેપી આગળ
  • ગાંધીનગરમાં અમિત શાહ 1,15000 મતોથી આગળ
  • અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા 5,000 મતોથી આગળ
  • વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ 86,000 હજાર મતોથી આગળ
  • રાજકોટમાં મોહન કુંડારિયા 1 લાખ મતોથી જીત
  • અમરેલીથી પરેશ ધાનાણી આગળ
  • ગાંધીનગરના કમલમાં જશ્નનો માહોલ
  • પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડૂક 22,000 મતોથી આગળ
  • ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 12,000 મતોથી આગળ
  • બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 12,000 મતોથી આગળ

  • અમિત શાહ, ગીતા બેન રાઠવા મોહન કુંડારિયા 70,000 મતોથી આગળ
  • ગુજરાતમાં 3 બેઠકો પર 70,000થી વધુ મતોની લીડ
  • રાજકોટમાં મોહન કુંડારિયા 75,000 મતોથી આગળ
  • સૌરાષ્ટ્રમાં ભાજપના તમામ ઉમેદવારો 40,000 મતોથી આગળ
  • આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી 21,000 મતોથી પાછળ
  • દાદાનગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર આગળ

  • ગાંધીનગરમાં અમિત શાહ 80,000 મતોથી આગળ, જીત નક્કી
  • જામનગરમાં પુનમબેન માડમ 38000 મતોથી આગળ, જીત નક્કી
  • જામનગરના કોંગ્રેસના મુળું કંડોરિયા પાછળ
  • જામનગરમાં ભાજપના પુનમ માંડમ 28000 મતોથી આગળ
  • અમરેલીમાં પાસુ પલટાયું, ધાનાણી આગળ, નારણ કાછડિયા પાછળ

  • અમદાવાદ પ. ભાજપના કિરીટ સોલંકી આગળ
  • ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ આગળ
  • પંચંમહાલ બેઠક પરથી ભાજપના રતનસિંહ આગળ
  • સૌરાષ્ટ્રમાં ભાજપની બે મહિલા ઉમેદવારો પણ આગળ
  • ગુજરાતમાં તમામ મહિલા ઉમેદવારોનું શાનદાર પ્રદર્શન
  • ભાજપની તમામ મહિલા ઉમેદવારો 25,000 મતોથી આગળ

  • અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસના ગીતા પટેલ પાછળ
  • કોંગ્રેસના તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે.
  • દીવ દમણ બેઠક પર ભાજપના લાલુ પટેલ આગળ ચાલી રહ્યાં છે. 
  • વડોદરામાં રજનબેન ભટ્ટ 20,000 મતોથી આગળ
  • ગાંધીનગરમાં અમિત શાહ 52,000 મતોથી આગળ
  • અમરેલીમાં પાસું પલટાયું, ઘાનણી પાછળ, ભાજપના નારણ કાછડિયા આગળ
  • સુરેન્દ્રનગરમાંમહેન્દ્ર મુજપરા 7,000 મતોથી આગળ
  • રાજકોટમાં મોહનકુંડરિયા 41,000 મતોથી આગળ, વિજય આગળ

  • દાહોદમાં કોંગ્રેસના બાબુ કટારા આગળ
  • વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ આગળ
  • આણંદમાં ભાજપના મિતેશ પટેલ આગળ
  • પાટણમાં પાસો પલટાયો, ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ
  • લોકસભાની ચૂંટણીના પરિણામે સેન્સેક્સમાં 480 પોઇન્ટનો ઉછાળો, શેરબજારમાં ઉછાળો

  • પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોર આગળ
  • સુરેન્દ્રનગર બેઠક પરથી મહેંદ્ર મુંજપરા આગળ ચાલી રહ્યા છે.
  • ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ આગળ ચાલી રહ્યા છે.
  • અમદાવાદ પશ્ચિમમાં એચએચ પટેલ આગળ
  • પાટણમાં ભાજપના ભરતસિંહ ડાબી પાછળ
  • અમદાવાદ પ. હસમુખ પટેલ આગળ
  • પોરબંદરમાં લલિત વસોયા પાછળ
  • જામનગરમાં પુનમ માડમ 7000 મતોથી આગળ
  • બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ આગળ
  • ગાંધીનગરમાં અમિત શાહ 28,000 મતોથી આગળ
  • આણંદમાં ભરતસિંહ આગળ
  • પરેશ ધાનાણી અમરેલીથી આગળ
  • છોટાઉદેપુરના ભાજપના ગીતાબેન રાઠવા આગળ, કોંગ્રેસના રણજીત સિંહ પાછળ
  • પોરબંદરમાં ભાજપના રમેશ ધડૂક આગળ
  • સુરતમાં કોંગ્રેસના અશોક અધેવડા પાછળ
  • દમન દિવમાં કોંગ્રેસના કેતન પટેલ પાછળ
  • જૂનાગઢમાં કોંગ્રેસના પુજાવંશ આગળ, જ્યારે ભાજપના રાજેશ ચુડાસમા પાછળ
  • રાજકોટમાં મોહન કુંડારિયા 20,000 મતોથી આગળ
  • ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ આગળ
  • ખેડા બેઠક પરથી ભાજપના દેવુંસિંહ ચોહાણ આગળ
  • મહેસાણા બેઠક પરથી ભાજપના શારદાબેન આગળ, જ્યારે કોંગ્રેસના એ.જે પટેલ પાછળ
  • રાજકોટમાં મોહન કુંડારિયા આગળ
  • બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબત પટેલ આગળ
  • પંચમહાલથી ભાજપના રતનસિંહ આગળ
  • ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ, જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ
  • ભરૂચથી મનસુખ વસાવા આગળ
  • સુરતમાં દર્શના જરદોશ આગળ
  • કચ્છમાં વિનોદ ચાવડા આગળ
  • ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો પર ભાજપ આગળ
  • પાટણ જગદિશ ઠાકોર આગળ
  • સાબરકાંઠા દિપસિંહ આગળ
  • નવસારીથી સીઆર પાટિલ આગળ
  • ભરતસિંહ આણંદથી આગળ
  • જામનગરમાં પૂનમ માંડમ આગળ
  • અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ, કોંગ્રેસના સી.જે ચાવડા પાછળ 
  • રાજ્યની તમામ બેઠકો પર મતગણતરી શરૂ
  • EVM અને બેલેટ પેપરથી મતગણતરી શરૂ
  • સુરત અને બારડોલીમાં મતગણતરી શરૂ
  • ગુજરાત કોલેજમાં બેલેટ પેપરની મતગણતરી શરૂ

  • 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરી
  • મતગણતરી કેન્દ્રોમાં થ્રી લેયર બંદોબસ્ત

લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન