Gujarat elections are likely to be held in a lottery for ministerial posts for beginners
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવા નિશાળિયાને મંત્રી પદની લોટરી સાથે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા, જાણો ભાજપ કેમ કરી રહ્યું છે ધમપછાડા

નવા નિશાળિયાને મંત્રી પદની લોટરી સાથે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા, જાણો ભાજપ કેમ કરી રહ્યું છે ધમપછાડા

 | 7:33 am IST
  • Share

ગુજરાતના નવા મુખ્યમંત્રીની શપથ વિધિ બાદ હવે મંત્રી મંડળની શપથ વિધિનો સમારોહ ૧૬મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે યોજાવાનો છે, નવા મંત્રીમંડળમાં ભાજપ નો રિપિટ થિયરી અપનાવી નવા નિશાળિયા મંત્રીઓને મંત્રી પદ આપે તેવી અટકળો વહેતી થઈ છે.

આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે અનુભવી ન હોય તેવા મંત્રીઓની વહીવટી તંત્ર પર ખાસ પકડ રહેશે નહિ, જેની લાંબા સમયે સરકાર પર જ નકારાત્મક અસર દેખાય તેમ છે, એ હિસાબે ગુજરાતમાં વહેલી ચૂંટણીનો વર્તારો જોવાઈ રહ્યો છે.

નવા મંત્રીઓ ગુરુવારે શપથ ગ્રહણ કરવાના છે, ભાજપ સરકારમાં નવા ચહેરાઓને મંત્રી પદની નવાજેશની અટકળોએ જોર પકડયું છે, એકંદરે તમામ સિનિયરોના પત્તાં કપાવાના છે. મંત્રી મંડળમાં નો રિપિટ થિયરીના કારણે નવા નિશાળિયાઓને એક રીતે લોટરી લાગવાની છે. અલબત્ત, નવા મંત્રીઓ વહીવટી તંત્ર પર જલદીથી પકડ જમાવી શકે તે સ્થિતિમાં રહેવાના નથી, તેને જોતાં લાંબા સમય સત્તામાં રહે તે બાબત શક્ય લાગતી નથી, એ હિસાબે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી શક્યતા છે.

બીજી તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી સક્રિય બની છે, પંજાબ અને ઉત્તર પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણી યોજાય તો આપના સંસાધનો-રિસોર્સ અલગ અલગ રાજ્યોમાં વહેંચાઈ જાય, એકલા ગુજરાતમાં જ પુરજોશથી પ્રચાર પ્રસારથી કામગીરી ન કરી શકે એટલે પણ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ વહેલી થાય તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન