gujarat-face-water-crisis-day-by-day-water
  • Home
  • Featured
  • રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની કપરી સ્થિતિ, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો

રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની કપરી સ્થિતિ, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો

 | 10:42 am IST

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે હવે ધીરે ધીરે પાણીની પરિસ્થિતી કથળતી જાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ વરસાદ 55.34% અને 18 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતનાં જળાશયોમાં પાણીની સ્થિતી હાલ ખુબ જ ખરાબ છે. રાજ્યમાં કુલ 203 ડેમોમાં 36.56 ટકા પાણીનો જથ્થો છે. હાલમાં મે મહિનામાં 33.95 પાણી હતું, જે 9 ઓગષ્ટની સ્થિતીથી વધીને 36.56 ટકા થયું છે.

આમ રાજ્યમાં ગંભીર જળસંકટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં જળ સંકટ પેદા થઇ શકે છે. ગુજરાતના માત્ર 12 જળાશયોમાં 100 ટકા પાણીનો જથ્થો છે. તેમજ 30 જળાશયોમાં 70થી 100 ટકા, 28 જળાશયોમાં 50થી 70 ટકા જ્યારે 49 ડેમોમાં 25થી50 ટકા પાણી છે. જ્યારે 84 ડેમોમાં તો 25 ટકા કરતા પણ ઓછું પાણી છે.

ગુજરાતમાં કચ્છની સૌથી કફોડી હાલત 20 ડેમમાં 9% જ પાણી બચ્યું છે, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33% પાણી, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50% જેટલું પાણી બચ્યું છે. રાજ્યના 24 જિલ્લાના 90 તાલુકામાં જ વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલના ઘોઘંબામાં અત્યાર સુધી 1.64 ઈંચ જ વરસાદ પડ્યો છે.