Gujarat first positive case of Corona is running in this district of Gujarat, in the third stage of Awad Corona
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો પહેલો પોઝિટીવ કેસ આવતા તંત્ર દોડતું, અ’વાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં

ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો પહેલો પોઝિટીવ કેસ આવતા તંત્ર દોડતું, અ’વાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં

 | 10:49 am IST

ગુજરાતમાં કોરોના દર્દીઓના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે હવે એવા જિલ્લાઓમાંથી પોઝિટિવ કેસોના અહેવાલો સામે તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંમડાઓમાં હવે કોરોના વાયરસે પગપેસરો કરી લીધો છે. રાજ્યના પાટણ જિલ્લામાંથી કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. પાટણના ભીલવણ ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તાબડતોડ રીતે ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવના કુલ 98 કેસ નોંધાયા છે. ત્યારે પાટણમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. મુંબઇથી પરત ફરેલા પાટણના ભીલવણના એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે.

રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પાટણમાં કોરોના પોઝિટીવ આવેલા યુવક વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાનો ભીલવણ ગામનો યુવક 15 માર્ચના રોજ મુંબઇથી પરત આવ્યો હતો. જો કે અત્યાર સુધી જિલ્લામાંથી કોઇ રિપોર્ટ પોઝિટવ ન આવતાં રાહતનો શ્વાસ લઇ રહેલા તંત્રમાં દોડધામ મચી ગયેલી જોવા મળી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આખું વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે ગુજરાત પણ અન્ય રાજયોની સરખામણીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ગુજરાતના પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિદ્ધપુર તાલુકાના ભીલવણ ગામે કોરોનાનો પોજેટિવ કેસ નોંધાયો છે. ભીલવણ ગામ ખાતે રહેતા 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ 47 વર્ષીય પુરુષ તા 15-3 ના રોજ મુંબઈથી આવેલ છે જે ટ્રાવેલીગ હિસ્ટ્રી છે.

જુઓ આ પણ વીડિયો: ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન