Gujarat Former CM Keshubhai Patel Corona report positive
  • Home
  • Featured
  • ગુજરાતના પૂર્વ CM કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત, વિજય રૂપાણીએ પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી

ગુજરાતના પૂર્વ CM કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત, વિજય રૂપાણીએ પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી

 | 12:58 pm IST

રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકરો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સંદર્ભે સીએમ વિજય રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને વિગતવાર માહિતી મેળવી છે..

એટલું જ નહીં, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના કેરટેકરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન