Gujarat Gandhinagar NAFED congress vaghji boda Resign
  • Home
  • Gandhinagar
  • મગફળી કૌભાંડમાં પહેલી વિકેટ પડી, કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ

મગફળી કૌભાંડમાં પહેલી વિકેટ પડી, કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ

 | 1:23 pm IST

નાફેડ ચેરમેન વાઘજી બોડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેને રાજીનામું આપ્યું છે. પક્ષના બેનર નીચે મગફળી કૌભાંડના નિવેદન બાદ તેમને રાજીનામું આપ્યું છે. તેમણે નાફેડની જવાબદારી મોટી હોવાની જાણાવીને રાજીનામું આપ્યું છે.

વાઘજી બોડાએ મગફળીમાં માટી કાંડ મામલે સરકારને જવાબદાર ગણાવી હતી. વાઘજી બોડાએ નિવેદન આપવામાં ઉતાવળ કરી હોવાના પગલે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વાઘજી બોડાએ પેઢલા મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસના બેનર હેઠળ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વાઘજી બોડાના મગફળી કૌભાંડ વિશેના નિવેદન બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર તરફથી મોરચો સંભાળ્યો હતો અને નિવેદનને દુઃખદ ગણાવી રાજીનામુ આપવું જોઇએ તેવી ટકોર પણ કરી હતી. તો આજે વાઘજી બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.