gujarat gir buffalo chases lion during jungle safari video viral Social media
  • Home
  • Featured
  • ભેંસ વીફરી તો કોઈની નહીં, જંગલના રાજા સિંહને પણ ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું, દિલધડક Video વાયરલ

ભેંસ વીફરી તો કોઈની નહીં, જંગલના રાજા સિંહને પણ ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું, દિલધડક Video વાયરલ

 | 12:39 pm IST

વાઇલ્ડલાઇફ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જંગલ સફારી દરમિયાન તમે ઘણા સિંહ અને અન્ય પ્રાણીઓના શિકારના વીડિયો જોયા હશે. આ વખતે ગુજરાતના ગીરના જંગલમાં સિંહો અને ભેંસ વચ્ચે એક વિચિત્ર યુદ્ધ જોવા મળ્યું. ભેંસ સિંહની પાછળ પડી અને સિંહને દૂર સુધી દોડાવ્યો. આ વીડિયો ખૂબ જૂનો હોય તેમ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે ગીરના જંગલમાં લોકો જીપમાં જંગલ સફારી પર નીકળ્યા છે. તેમને રસ્તામાં સિંહ જોવા મળ્યો તો ડ્રાઇવરે ગાડી રોકી દીધી. સિંહ બહાર રસ્તા પર ફરી રહ્યો હતો. તેની પાસે જ ભેંસનું ટોળું પણ નજરે પડ્યું. જેવો સિંહ તેમની પર હુમલો કરવા નજીક ગયો તો એક ભેંસ તેની પાછળ પડી ગઇ અને તેને દૂર સુધી દોડાવ્યો. સિંહ ડરીને જંગલની અંદર ભાગી ગયો અને ભેંસ પાથી આવી ગયો. આ વીડિયોમાં ભેંસની પાછળ એક વ્યક્તિ દોડતો પણ નજરે પડી રહ્યો છે. તે ભેંસને રોકવાની કોશિશ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન