બનાસકાંઠામાં ડગમગ્યુ સરકારનું જળ સંચય અભિયાન, કૌભાંડની પણ ચર્ચા - Sandesh
  • Home
  • Gujarat
  • બનાસકાંઠામાં ડગમગ્યુ સરકારનું જળ સંચય અભિયાન, કૌભાંડની પણ ચર્ચા

બનાસકાંઠામાં ડગમગ્યુ સરકારનું જળ સંચય અભિયાન, કૌભાંડની પણ ચર્ચા

 | 8:26 pm IST

ગુજરાત સ્થાપના દિન 1 મેથી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 31 મે 2018 સુધી ચાલવાનું હતું. આ અભિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલનાં હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યનાં વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત તળાવને ઊંડા બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠામાં તેની કંઇક અલગ જ વાસ્તવિક્તા સામે આવી છે.

બનાસકાંઠાંમાં જળ સંચય અભિયાન મધ્યાંતરે પહોંચે તેની પહેલાજ સમાપ્ત થઇ ગયું છે. બનાસકાંઠાનાં કાંકરેજનાં ચાંગામાં તળાવ ખોદકામનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંચાઇ મંત્રી પરબત પટેલનાં હસ્તે તળાવનાં ખોદકામનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. ત્યારે તળાવે હવે તળાવનાં ખોદકામની કામગીરી બંધ થતા આ કાર્ય ફક્ત કાગળ પર જ થઇ રહ્યું હોવાનાં આરોપ લાગ્યા છે.

તો સાથે જ જિલ્લામાં જળ સંચયની કામગીરીમાં માટીનું કૌભાંડ થતું હોવાનું પણ સામે આવ્યું છે. તળાવમાંથી નીકળેલી માટીનો JCB ચાલકો અને કૉન્ટ્રાક્ટરો બારોબાર વહીવટ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે મલૂપૂર ગામનાં લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે. તળાવની માટી ખેડૂતોને ના અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.