ગુજરાત સરકારે સીનીયર સિટિઝન માટે કરી જબરજસ્ત મોટી જાહેરાત - Sandesh
  • Home
  • Featured
  • ગુજરાત સરકારે સીનીયર સિટિઝન માટે કરી જબરજસ્ત મોટી જાહેરાત

ગુજરાત સરકારે સીનીયર સિટિઝન માટે કરી જબરજસ્ત મોટી જાહેરાત

 | 10:39 pm IST

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા અને એકાકી જીવન જીવતા 70થી વધુ ઉંમરના વૃદ્ધો વ્યસ્કોને ઘર બેઠાં તબીબી સારવાર મળી રહે તે માટે પાઇલટ ધોરણે નવી સ્કીમ જાહેર કરી છે, જેની સફળતા બાદ રાજ્યસ્તરે આવો પ્રોજેક્ટ અમલી બનશે.

આ સ્કીમનો લાભ લેવા ઇચ્છુક વડીલોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જઇ વાર્ષિક ટોકન રૂપિયા એક હજાર ફી ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ નોંધણી થયેલા વયસ્કોને ત્યાં દર પખવાડિયે તબીબી ટીમ આવીને પ્રાથમિક ચકાસણી કરશે અને માર્ગદર્શન આપશે. આકસ્મિક સંજોગોમાં નોંધણી થયેલા વયસ્કો પોતાના ઘરે ટીમ બોલાવશે તો તેમની પાસેથી રૂ. 200 ટોકન ચાર્જ લેવાશે, જેમાં પેથોલોજી, ઇસીજી, ઇન્હેલર, બીપી-સુગર માપણી જેવા તબીબી સેવા પણ અપાશે.

આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આ સ્કીમ ગાંધીનગર પૂરતી મર્યાદિત રહેશે, બાદમાં તે વિસ્તારવાનું વિચારાશે.