Gujarat Government benefits East region in ministerial posts: two ministers met, one cabinet, one state level
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નવી બનેલી સરકારમાં પૂર્વ વિસ્તારને મંત્રીપદમાં ફાયદો: બે મંત્રી મળ્યા, એક કેબિનેટ, એક રાજ્યકક્ષાના

નવી બનેલી સરકારમાં પૂર્વ વિસ્તારને મંત્રીપદમાં ફાયદો: બે મંત્રી મળ્યા, એક કેબિનેટ, એક રાજ્યકક્ષાના

 | 8:24 am IST
  • Share

નવી બનેલી સરકારમાં પૂર્વ વિસ્તારને મંત્રીપદમાં ફાયદો થયો છે, પરંતુ ખાતા ફાળવણીમાં અન્યાય થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. પૂર્વ વિસ્તારના બે ધારાસભ્યને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં પ્રદીપ પરમારને કેબિનેટ મંત્રી અને જગદીશ પંચાલને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. પ્રદીપ પરમારને સામાજિક ન્યાય અને અધિકારિતા અને જગદીશ પંચાલને કુટિર ઉદ્યોગ અને સહકાર, ઉદ્યોગ સહિતના ખાતા ફાળવાયા છે.

આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી, જેમાં પૂર્વ વિસ્તારના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને કેબિનેટ મંત્રી પદ મળ્યું છે. જ્યારે નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાતી વિગત મુજબ એક રીતે પૂર્વ અમદાવાદના બે ધારાસભ્યોને મંત્રીપદ મળે તે મોટી વાત કહેવાય, પરંતુ ખાતા ફાળવણીમાં બન્નેમાંથી એકેયને વજનદાર ખાતું ન મળતાં કાર્યકરોમાં થોડી કચવાટની લાગણી અનુભવાઈ રહી છે.

અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને ટિકિટ અપાવવામાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મુખ્ય ફાળો હતો. હવે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં પણ પ્રદીપસિંહનો આગ્રહ રહ્યો હોવાનું ભાજપના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. આમ છતાં તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જવાબદારી મળી છે. પ્રદીપ પરમાર જે અસારવા બેઠકના ધારાસભ્ય છે તે અનુસુચિત જાતિના રિઝર્વેશનવાળી બેઠક છે.

એટલે એક રીતે તેઓને જે જવાબદારી સોંપાઈ છે તે મહત્ત્વની ગણી શકાય.  જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડબૂકમાં રહેલા નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલની આ બીજી ટર્મ છે, જેમાં તેને મંત્રીપદની લોટરી લાગી છે. તેમને સ્વતંત્ર પ્રભાર પણ અપાયો છે. પંચાલને કુટિર ઉદ્યોગ, સહકાર અને મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો અપાયો છે. જ્યારે ઉદ્યોગ, વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જનો રાજ્યકક્ષાનો હવાલો અપાયો છે. આ પૂર્વેની વિજય રુપાણી સરકારમાં પૂર્વ અમદાવાદમાંથી એકમાત્ર પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી હતા.

ભૂતકાળમાં પૂર્વ વિસ્તારની ઠક્કરબાપાનગર બેઠકના સ્ન્છ વલ્લભ કાકડિયા વાહનવ્યવહાર મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા. આમ, સર્વગ્રાહી રીતે જોવા જઈએ તો પૂર્વ વિસ્તારને વજનદાર વિભાગો ન મળતા આ વિસ્તારના રહેવાસીઓ અને ભાજપના કાર્યકરોમાં કચવાટની લાગણી જોવા મળી છે.

નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિૃમ અમદાવાદની ઘાટલોડિયા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે પૂર્વ અને પિૃમ અમદાવાદની સરખામણી કરીએ તો પિૃમ વિસ્તાર પાસે મુખ્યમંત્રી પદ છે જ્યારે પૂર્વ પાસે એક કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રીઓ છે. આ પૂર્વે પૂર્વ વિસ્તાર પાસે ગૃહ રાજ્યમંત્રી પદ હતું પરંતુ તે જતું રહેતાં પૂર્વ વિસ્તારને અન્યાય થયાની લાગણી જોવા મળી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો