Gujarat government cabinet minister Kunwarji Balwiya succumbs to dengue
  • Home
  • Featured
  • ગુજરાત સરકારના દિગ્ગજ કેબિનેટ મંત્રીને ડેન્ગ્યુની અસર વર્તાઇ, ખાનગી હોસ્પિટલમાં દાખલ

ગુજરાત સરકારના દિગ્ગજ કેબિનેટ મંત્રીને ડેન્ગ્યુની અસર વર્તાઇ, ખાનગી હોસ્પિટલમાં દાખલ

 | 7:53 am IST

એક તરફ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ રોગચાળાને લઈ સબ-સલાતમના દાવા પોકારે છે ત્યાં બીજી બાજુ હવે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેન્ગ્યુની અસર વર્તાઈ રહી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર પૂર્ણ કર્યા બાદ તેમની તબીયત લથડી હતી, જેના કારણે તેઓ સારવાર મેળવવા ખાનગી હોસ્પિટલે દોડયા હતા.

ચૂંટણી પ્રચાર બાદ રાતે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે ડેન્ગ્યુની અસર વર્તાઈ રહી છે પરંતુ ડેન્ગ્યુ થયો છે કે કેમ તે રિપોર્ટ આવવાનો બાકી છે. સૂત્રો કહે છે કે, સરકારના આ મંત્રીને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટનું ડેન્ગ્યુથી મોત
ગુજરાતમાં રોગચાળાના કારણે ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુના કારણે એક મેડિકલ સ્ટુડન્ટે ડેંગ્યુના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં શુક્રવારે 20 વર્ષીય એમબીબીએસની વિર્દ્યાથિનીનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વિદ્યાર્થીની સિધ્ધપુરની રહેવાસી હતી અને જામનગરની મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. હેલ્થ અધિકારીએ એવું જણાવ્યું હતું કે, ઘરે આ દર્દીની તબીયત ખરાબ થતાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન