Gujarat Government covid death compensation report
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં કોવિડ મૃતકના પરિવારજનોને રૂ. 31.69 કરોડની સહાય ચૂકવાઈ

ગુજરાતમાં કોવિડ મૃતકના પરિવારજનોને રૂ. 31.69 કરોડની સહાય ચૂકવાઈ

 | 3:56 pm IST
  • Share

  • સરકારી આંકડા મુજબ 10 હજારના મોત સામે 31 હજાર ફોર્મ મળ્યા

  • 12,269 ફોર્મ ભરીને પરત આવ્યા, જે પૈકી કુલ 6779 મંજૂર કરાયા

  • કુલ 6,319 પરિવારજનોને સહાય ચૂકવાઈ, જાણો તમારા જિલ્લામાં શું છે સ્થિતિ

ગુજરાતમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન બેડની કમી, ઑક્સિજનની અછત તેમજ જરૂરી દવાઓની તંગીના કારણે અનેક દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા સતત સરકારને ઘેરવામાં આવી રહી હતી. જેના કારણે રાજ્ય સરકારે કોવિડ મૃતકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવાનું એલાન કર્યું હતું. આ સહાય ચૂકવણી માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સહાયની વિગતો રજૂ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં કોવિડ મૃતકોના પરિવારજનોને અત્યાર સુધીમાં કુલ 31.69 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં સરકારને કુલ 31,575 અરજી ફોર્મ મળ્યા છે. જે પૈકી 12269 ફોર્મ ભરીને પરત આવ્યા છે. જ્યારે ભરવામાં આવેલા ફોર્મમાંથી કુલ 6779 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે મંજૂર કરેલા ફોર્મમાંથી કુલ 6,319 પરિવારજનોને સહાય ચૂકવાઈ ગઈ છે.

કેટલાક પરિવારજનોનું માનવું છે કે તેમના સ્નેહીજનોના મૃત્યુ કોરોનાના કારણે જ થયા છે, જ્યારે આરોગ્ય વિભાગના અંડકાઓ કંઈક અલગ કહી રહ્યા છે તે પણ એક સવાલ છે.

ક્રમ જિલ્લા વિતરણ ફોર્મ મંજૂર કરેલા ફોર્મ સહાય ચૂકવાઈ
1 અમદાવાદ 4501 1848 1792
2 અમરેલી 371 66 66
3 આણંદ 725 45 45
4 અરવલ્લી 399 71 71
5 બનાસકાંઠા 1046 107 107
6 ભરૂચ 572 109 109
7 ભાવનગર 850 242 206
8 બોટાદ 110 13 13
9 છોટા ઉદેપુર 192 31 31
10 દાહોદ 240 38 38
11 ડાંગ 64 18 18
12 દેવભૂમિ દ્વારકા 242 76 76
13 ગાંધીનગર 3255 405 92
14 ગીર સોમનાથ 939 62 62
15 જામનગર 667 287 263
16 જૂનાગઢ 624 217 217
17 ખેડા 580 44 44
18 કચ્છ 1114 92 92
19 મહેસાણા 564 88 75
20 મહીસાગર 217 42 42
21 મોરબી 516 57 57
22 નર્મદા 401 14 14
23 નવસારી 46 19 19
24 પંચમહાલ 505 22 6
25 પાટણ 489 101 101
26 પોરબંદર 201 17 17
27 રાજકોટ 2889 511 511
28 સાબરકાંઠા 1248 117 117
29 સુરત 4241 1254 1254
30 સુરેન્દ્રનગર 632 106 106
31 તાપી 195 15 13
32 વડોદરા 2305 600 600
33 વલસાડ 635 45 45
  કુલ 31575 6779 6319

કોરોનાના કારણે સ્નેહીજન ગુમાવનારા કેટલાક પરિવાજનોનું કહેવું છે કે, તેમના સ્નેહીજનોનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે. બીજી તરફ આરોગ્ય વિભાગના આંકડા કંઈક અલગ ચિત્ર દર્શાવી રહ્યાં છે.

અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ભારતમાં કોરોના સંક્રમણના કારણે થયેલી મોતનો દર અન્ય દેશોની સરખામણીમાં ઓછો રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ત્વરીત કાર્યવાહીના કારણે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં મૃત્યુદર ઓછો રહ્યો છે. સરકારી આંકડા અનુસાર, ગુજરાતમાં કોરોનાના કારણે 10 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે 3 લાખથી વધુ મોત થઈ હોવાનો દાવો કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો