Gujarat Government Extend Creamy layer Certificate for One Year
  • Home
  • Ahmedabad
  • SEBC-OBC વિદ્યાર્થીઓ માટે ખુશખબર, જાતિના પ્રમાણપત્ર-દાખલાને લઈ સરકારે કર્યો મહત્વપુર્ણ નિર્ણય

SEBC-OBC વિદ્યાર્થીઓ માટે ખુશખબર, જાતિના પ્રમાણપત્ર-દાખલાને લઈ સરકારે કર્યો મહત્વપુર્ણ નિર્ણય

 | 5:30 pm IST
  • Share

રાજ્ય સરકારે SEBC-OBC વર્ગો માટેનાં જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી દીધી છે. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત 31 માર્ચ 2020ના રોજ પૂરી થતી હતી. તે હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. OBC માટેના નોન ક્રિમિલિયર સર્ટીફિકેટ- આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે જે એક વર્ષ વધારવામાં આવી છે. મુદત વધારવા મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહીં.

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી છે. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે.

OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.૩૧-૩-ર૦ર૦ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે. આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિ.

લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા.૩૧ માર્ચ-ર૦ર૦ એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે. રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે.

આ વીડિયો પણ જુઓઃ છેલ્લાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો