Gujarat government give more time for PUC and HSRP Number Plate
  • Home
  • Ahmedabad
  • નવા ટ્રાફિક નિયમોને લઈ રાજ્યની જનતા માટે રાહતના સમાચાર, સરકારે કરી મહત્વની જાહેરાત

નવા ટ્રાફિક નિયમોને લઈ રાજ્યની જનતા માટે રાહતના સમાચાર, સરકારે કરી મહત્વની જાહેરાત

 | 12:53 pm IST

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા ભારે ભરકમ દંડનો વિરોધ કેટલાક રાજ્યોમાં જોવા મળ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આ નવા નિયમો હેઠળ દંડની રાશિમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉપરાંત આ અંગે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે PUC(પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) કઢાવવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 સપ્ટેમ્બર સુધી લોકો PUC કઢાવી શકે છે. જ્યારે આ પહેલા PUC કઢાવવાની સમય મર્યાદા 16 સપ્ટેમ્બર સુધી હતી. આ સિવાય HSRP નંબર પ્લેટ લગાવવા માટે પણ વધુ એક મહિનો લંબાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

આપને જણાવી દઈએ કે નવા નિયમોના કારણે રાજ્યમાં વાહન ચાલકો પીયુસી કઢાવવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહીને પીયુસી સર્ટિફિકેટ કઢાવવા લાગ્યા હતા. જોકે, આવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવતા લોકોને થોડી વધારે રાહત મળશે.

આ વીડિયો પણ જુઓ: ટ્રાફિકના નવા નિયમની જાહેરાત બાદ ગુજરાતમાં હેલ્મેટની તંગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન