Gujarat Government Gives Relaxation in Milk Related Works
  • Home
  • Ahmedabad
  • રાજ્ય સરકારની લોકડાઉનમાં વધુ એક રાહત, ડેરીને લગતી કામગીરી માટે આપી મોટી છૂટ

રાજ્ય સરકારની લોકડાઉનમાં વધુ એક રાહત, ડેરીને લગતી કામગીરી માટે આપી મોટી છૂટ

 | 10:28 pm IST

લોકડાઉનના ચોથા તબક્કામાં જનજીવન અને ઔદ્યોગિક પ્રવૃતિ ફરીથી ધબકતી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક છૂટછાટ આપવામાં આવી છે. તેવામાં હવે રાજ્ય સરકાર દ્વારા ડેરીને લગતી કામગીરી માટે મોટી છૂટ આપી છે. હવેથી દૂધ એકત્રીકરણ અને ડેરી સંબંધિત કામગીરી સવારના 7થી સાંજના 7 સુધી કરી શકાશે. આ માટે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગે પ્રવર્તમાન લોકડાઉન સંદર્ભમાં વધુ એક નિર્ણય લઈને આર્થિક ગતિવિધિ તેમજ આજીવિકાને વેગ આપવાના હેતુસર રાજ્યમાં દૂધ એકત્રિકરણ અને તેને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી કરવા આદેશો કર્યાં છે. ડેરીના સમયમાં છૂટછાટ અપાતાં પશુપાલન સાશે સંકળાયેલાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, અનેક પશુપાલકો દ્વારા સરકારને સમયમાં છૂટછાટ આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. કોરોનાને કારણે ગુજરાતની અર્થવ્યવસ્થાને હજારો કરોડનું નુકસાન થયું છે. અને ગુજરાતની ઈકોનોમીને ફરીથી પાટા પર લાવવા માટે સરકારે રિસ્ક લઈને લોકડાઉનના ચોથા તબક્કામાં ઉદ્યોગ-ધંધાને શરૂ કરવા માટે મોટી છૂટછાટ આપી છે. અને તેવામાં આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકારનું આ રિસ્ક કોરોનાની લડાઈમાં કેટલું કારગાર સાબિત નિવડશે.

આ  વીડિયો પણ જુઓઃ અનેક શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન