Government is also exploiting X Aramiman by fix salary in Gujarat
  • Home
  • Gandhinagar
  • Ex.આર્મીમેનને પણ ફિક્સવેતન આપી સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા શોષણ

Ex.આર્મીમેનને પણ ફિક્સવેતન આપી સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા શોષણ

 | 10:03 am IST

ગુજરાત સરકાર એક્સ આર્મીમેનનું પણ ફિક્સવેતનથી શોષણ કરી રહી છે. સેવા નિવૃત સૈનિકોના ક્વોટા હેઠળ અન્ય ઉમેદવારોની જેમ ભરતી પરીક્ષા, ઈન્ટરવ્યુ આપીને રાજ્ય સરકારની સેવામાં જોડાતા સેંકડો એક્સ આર્મીમેનને ભારત સરકાર અને દેશના અન્ય રાજ્યો કરતા હળહળતો અન્યાય થઈ રહ્યો છે.

સચિવાલયમાં 12 સહિત રાજ્યના તંત્રમાં 1070થી વધુ એક્સ આર્મી મેનના ક્વોટામાં પૂર્વ સૈનિકો સરકારી સેવાઓનું વહન કરે છે. સરકાર આ ક્વોટાના કર્મચારીઓને પણ ફિક્સવેતન હેઠળ જ નિમણૂંક કરે છે. જીવનના 15 વર્ષ અનુસાશન અને દેશદાઝથી ભરેલા આર્મી, બીએસએફ જેવા દળોમાંથી વય નિવૃત સૈનિક અત્યાર સુધી જાહેરમાં આવતા નહોતા.

પરંતુ, પહેલીવાર ફિક્સવેતનની શોષણભરી નીતિ સામે અવાજ ઉઠાવ્યો છે. શનિવારે સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન સરકારી કર્મચારી એક્સ આર્મીમેને કહ્યુ કે, ભારત સરકાર અને બીજા રાજ્યોમાં અમારા ક્વોટામાં નોશનલ ઈન્ક્રીમેન્ટ ગણાય છે. અહીં, ગુજરાતમાં તો ફુલ પગાર પણ અપાતો નથી, ઉલ્ટાનું શોષણ થઈ રહ્યુ છે.

Ex.આર્મીમેન માટે જમીન ફાળવણી જ બંધ !

ગુજરાત સરકારે 10 વર્ષથી સાંથણીથી એક્સ આર્મીમેનને જીવનનિર્વાહ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા જ સ્થગિત કરી કાઢી છે. આર્મી, બીએસએફમાંથી વયનિવૃત થયેલા સૈનિક જ્યારે પોતાના વતનમાં ખેતી માટે જમીનની માંગણી કરે છે ત્યારે સ્થાનિક કલેક્ટરતંત્રમાં લેન્ડ કચેરી તેમની અરજી જ દફતરે કરી કાઢે છે. વિતેલા એક દાયકામાં રિટાર્યડ સૈનિકોએ સરકારે જમીન ફાળવવાનું બંધ કરતા મૂળ ગુજરાતી એક્સ આર્મીમેન અને તેમના પરીવોરમાં ભારે રોષ છે.