Gujarat Government PC On Senior Citizen Vaccination Program
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સીનિયર સિટિઝનને સરકારી-પ્રાઈવેટ સેન્ટરમાં અપાશે રસી, રજિસ્ટ્રેશન-કિંમત વિશે જાણો સરકારે શું કહ્યું…

સીનિયર સિટિઝનને સરકારી-પ્રાઈવેટ સેન્ટરમાં અપાશે રસી, રજિસ્ટ્રેશન-કિંમત વિશે જાણો સરકારે શું કહ્યું…

 | 2:37 pm IST
  • Share

કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન (Corona Vaccination) પૂર્ણ કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન (Senior Citizen Vaccine) અને અન્ય નાગરિકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. એક માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે. 60 વર્ષથી નીચેના ગંભીર બિમાર લોકોને વેક્સિન અપાશે. દેશભરમાં વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું હોવાનું DyCM નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું.

રાજ્ય આરોગ્ય મંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વોરિયર્સના વેક્સિનેશનની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. ફ્રન્ટલાઈન વોરિયર્સના બીજા તબક્કાના રસીકરણની કામગીરી પણ પુર્ણ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ પહેલી તારીખથી 60 વર્ષથી વધુ સીનિયર સિટીઝન અને 45 વર્ષથી ઉપરના કે જેઓને ગંભીર બીમારીઓ છે તેઓને વેક્સિન આપવામાં આવશે. ફ્રન્ટલાઈન અને કોરોના વોરિયર્સને રસી આપવાના મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

સરકારી હોસ્પિ.માં ફ્રી વેક્સિન, પ્રાઈવેટ સેન્ટરોમાં 100 રૂપિયા પ્રોસેસિંગ ફી+રસીનો ભાવ

રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં સિનિયર સિટીઝટનોને નિ:શુલ્ક વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાઈવેટ સેન્ટર પર પ્રોસેસિંગ ફી રૂ.100 રહેશે અને બાકીની રકમ જે નક્કી થાય તે રીતે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે. અને ભારત સરકાર કોવિંદ કરીને એક એપ્લિકેશન પણ લોન્ચ કરશે. તેમાં વેક્સિનનું રજિસ્ટ્રેન કરવામાં આવશે. શરૂઆતમાં 500 સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રજિસ્ટ્રેન માટે બે પ્રકાર છે. એક મોબાઈલ નંબર ઉપરથી મહત્તમ ચાર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેના માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાસપોર્ટ, લાયસન્સ, પાન કાર્ડ, સહિતના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. આ ઉપરાંત જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકે તે લોકો માટે ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું છે. અને આવકની કોઈ સીમા નથી.

પ્રાઈવેટ કોવિડ વેક્સિનેશન સેન્ટરમાં જાય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવાની રહેશે અને રસીનો જે ભાવ હશે તે આપવો પડશે. ભારત સરકાર તેના ભાવ જાહેર કરશે. અને પેમેન્ટ માટે ભારત સરકારની ઓનલાઈન પ્રાઈવેટ ફેસિલિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ વેક્સિનના ઓનલાઈન સર્ટિફિકેટ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓઃ સી.આર.પાટીલનો નવસારીમાં ભવ્ય રોડ શૉ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો