Gujarat Government planning to build six lane Saurastra-South Gujarat highway
  • Home
  • Ahmedabad
  • સરકારની મહત્વપુર્ણ જાહેરાત, 1700 કરોડનાં ખર્ચે બનશે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતો સિક્સ લેન હાઈવે

સરકારની મહત્વપુર્ણ જાહેરાત, 1700 કરોડનાં ખર્ચે બનશે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતો સિક્સ લેન હાઈવે

 | 9:03 pm IST

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતાં પુલનું લોકાર્પણ કર્યું હતું. આ પુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના સિક્સ લેન રસ્તાનું કામ ચાલુ છે. લોકાર્પણના કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા.

લોકાર્પણ પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગીય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ સિક્સ લેન સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા બે વર્ષના ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગિય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો 53.800 કિ.મી.નો રસ્તો અંદાજિત રૂા. 649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિ.મી.ના છ માર્ગિય રસ્તાનું કામ અંદાજે રૂા. 1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂા. 1700 કરોડનો ખર્ચ થશે.

જુઓ આ વીડિયો પણ…

ભારે વરસાદથી વિરમગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન